________________
------
હિત ધરાવતી કોઇ વ્યક્તિની અથવા તેણે આપેલા અધિકારથી લેખિત અરજી ઉપરથી ચેરિટી કમિશ્નરે......
ક. અરજદારને અથવા તેના સોલિસિટરને અથવા બીજા અધિકૃત એજન્ટને ચેરિટી કમિશ્નરની કસ્ટડીમાં હોય તેવા ટ્રસ્ટને લગતા કોઇ રજિસ્ટરમાંની કોઇ નોંધ અને ટ્રસ્ટની મિલકતમાં અરજદારના હિતને તેનાથી જેટલે સુધી અસર થાય તેટલે સુધી) કોઇ હિસાબ, નોટિસ અથવા બીજા દસ્તાવેજો તપાસવાની અને તેની નકલો લેવાની પરવાનગી આપવી. જોઇશે;
ખ. અરજદારને ખર્ચે તેને અથવા તેના સોલિસિટરને અથવા બીજા અધિકૃત એજન્ટને કોઇ એવી નોંધ, હિસાબ અથવા ઉપર્યુક્ત દસ્તાવેજની નકલ અથવા તેના કોઇ ઉતારા પૂરા પાડવા જોઇશે;
ગ. એવા અરજદારને અથવા તેના સોલિસિટરને અથવા બીજા અધિકૃત એજન્ટને અરજીમાં વાજબી રીતે માંગી હોય અને ચેરિટી કમિશ્નરની સત્તાની અંદર હોય તેવી ટ્રસ્ટની મિલકતને લગતી કોઇ માહિતી આપવી જોઇશે.
રોકડમેળનું ક્યારે સરવૈયું કાઢવું અને તેમાં ટૂંકી સહી કરવી તે બાબત - રોકડમેળનું સરવૈયું દરેક મહિનાના અંતે કાઢવું જોઇએ અને તે ચેરિટી કમિશ્નર અથવા આ અર્થે તેણે અધિકૃત કરેલા કોઇ અધિકારી સમક્ષ મૂકવું જોઇશે અને તેણે નોંધો તપાસવી અને ખાતરી કરવી કે સરવૈયું ખરું છે એ પોતાને એવી ખાતરી થઇ છે તે બદલ ચોપડીમાં ટૂંકી સહી કરવી જોઇશે.
વાઉચરો - ચેરિટી કમિશ્નરના રોકડમેળમાં નોંધીને આપેલી દરેક રકમ માટે વાઉચર બનાવવું જોઇશે અને આવા વાઉચરો ચેરિટી કમિન્સ્ટરની અથવા તેણે આ અર્થે અધિકૃત કરેલા કોઇ અધિકારીની ટૂંકી સહીથી પાસ થયા પછી તેના નાણાં આપવા જોઇશે.
રાખવાની રોકડ સિલકની મર્યાદા - ચેરિટી કમિશ્નર જેનો તે