________________
૭૯ ------------- (૨) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર સમક્ષની કોઇ કાર્યવાહી અટકાવવાની અથવા નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે કરેલા કોઇ હુકમની બજાવણી કરવાની સત્તા;
(૩) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર સમક્ષ નિકાલ બાકી કોઇ કાર્યવાહીને કોઇપણ તબક્કે નિકાલ માટે બીજા નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરને તબદીલ કરવાની સત્તા;
(૪) કોઇ સાર્વજનિક ટ્રસ્ટોની નોંધણી ઓફીસમાં અથવા સંયુક્ત સાર્વજનિક ટ્રસ્ટોની નોંધણી ઓક્સિમાં રજિસ્ટર કરવામાં આવેલા સાર્વજનિક ટ્રસ્ટને બીજી સાર્વજનિક ટ્રસ્ટોની નોંધણી ઓક્સિના અથવા સંયુક્ત સાર્વજનિક ટ્રસ્ટોની નોંધણી ઓક્સિના રજિસ્ટરમાં તબદીલ કરવાની સત્તા.
ટ્રસ્ટના નાણાં રોકવાની રીત - ચેરિટી કમિશ્નર કોઇ ટ્રસ્ટની માલિકીના અને તેને હસ્તક આવેલાં નાણાં ટ્રસ્ટના ખતથી અધિકૃત કરેલા કોઇ રોકાણમાં અથવા (તે ખતથી અન્યથા જોગવાઇ કરી હોય તે સિવાય) ટ્રસ્ટનાં નાણાં રોકવા માટે કલમ ૩૫ હેઠળ અધિકૃત કરેલા કોઇ રોકાણમાં રોકવાને કે રોકાયેલાં રાખી શકશે અને (તેવી જોગવાઇ કરી હોય તે સિવાય) ટ્રસ્ટના આરંભની તારીખે વિધમાન કોઇ રોકાણોને ચાલુ રાખી શકશે :
પરંતુ ચેરિટી કમિશ્નર, નુકસાની માટે તેનું સંપૂર્ણ રક્ષણ થયું છે અથવા તે સલામત છે એવી પોતાને ખાતરી થાય તે સિવાય, કોઇ રોકાણ એવી રીતે કરી શકશે નહિ અથવા કોઇ રોકાણ એવી રીતે ધરાવી શકશે નહિ કે જેથી તેના ધારણ કરનાર તરીકે તેની ઉપર જવાબદારી આવી પડે.
ટ્રસ્ટના ખાતે નાણાં ઉછીનાં આપવા બાબત - ચેરિટી કમિશ્નર, પોતાને હસ્તક હોય તેવા કોઇ સાર્વજનિક ટ્રસ્ટના હેતુઓ માટે, બેન્કમાં તેના ખાતે જે કોઇ રોડ અનામત જમા હોય તેમાંથી તેને યોગ્ય લાગે તેવી શરતોથી નાણા ઉછીનાં આપી શકશે.
દસ્તાવેજોની તપાસ અને નકલો આપવા બાબત :- ટ્રસ્ટમાં