________________
૮૧
ટ્રસ્ટી હોય તે સાર્વજનિક ટ્રસ્ટોને ખાતે એક હજાર રૂપિયા કરતાં વધારે રોકડ સિલક પોતાના પાસે કોઇપણ વખતે રાખી શકશે નહિં, તે રકમ કરતાં વધારે હોય તેવી કોઇ રકમ, શક્ય તેટલી વહેલામાં વહેલી તારીખે, બેન્કમાં મૂકવી જોઇશે.
ઓડિટઃ- (૧) ચેરિટી કમિશ્નરના હિસાબો અને તેની પાસે અથવા તેના ખાતે હોય તે જામીનગીરીનો ૬ મહિનામાં એકવાર અને સરકાર એમ
માવે તો બીજા કોઇપણ સમયે સ્થાનિક સ્ડમાં હિસાબ તપાસનીશે અથવા ગુજરાતના એકાઉન્ટન્ટ જનરલે નીમેલા કેટલાક અધિકારી અથવા અધિકારીઓએ ઓડિટ કરવા જોઇશે અને તેણે અથવા તેઓએ તે અંગેનું પ્રમાણપત્ર આપવું.
(૨) ચેરિટી કમિશ્નરના હિસાબનું ઓડિટ અને તપાસનો અને તેને આનુષંગિક ખર્ચ નિયમ ૪૪ હેઠળ નાખેલા ચામાંથી કરવો જોઇશે.
વધારાના નાણા રોકવા અને ચૂકવવા બાબત :- અધિનિયમ હેઠળ નિમાયેલા ચેરિટી કમિશ્નર, નાયબ અને મદદનીશ ચેરિટી કમિશ્નરો, ઇન્સ્પેક્ટરો અને અન્ય તાબાના અધિકારીઓ અને નોકરોનાં પગાર, પેન્શન, રજા અને બીજા ભથ્થાંને કારણે કલમ ૬-ખ હેઠળ રાજ્ય સરકારે નક્કી કરેલી રકમની ચુકવણી માટે જરૂરી રકમથી વધુ હોય તેવા વધારાના નાણાંનુ અને સાર્વજનિક ટ્રસ્ટોનાં નિયમોને આનુષંગિક ખર્ચ માટે અને અધિનિયમના અન્ય હેતુઓ માટે ચૂકવવી જરૂરી હોય તેવી વધારાની રકમનું, રાજ્ય સરકારની મંજુરીથી નિયમ ૬૪માં જોગવાઇ કર્યા પ્રમાણે રોકાણ કરી ભરવાનાં રહેશે.
પરંતુ આ નિયમમાં ઉલ્લેખેલી ચુકવણી માટે જરૂર પડવા સંભવ હોય તેવા નાણાં, પણ આવી ચુકવણી તરત કરવામાં ન આવે ત્યારે, ચેરિટી કમિશ્નર, પોતાના સ્વવિવેકાનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિક્યા અને અન્ય અનુસૂચિત બેન્કોમાં માંગણી કરેલી અથવા બાંધી મુદતની અનામતમાં પણ રોકી શકશે.