________________
[ ૩૬ ]
આહંતધમપ્રકાશ પખાલ જેવું લાગે છે.” છઠ્ઠાના હાથમાં પૂછડી આવી. તેણે કહ્યું: “મને તે આ હાથી સાવરણી જેવો લાગે છે.”
દરેક આંધળે એમ જ સમજાતું હતું કે પિતાની વાત સાચી છે અને બીજાની વાત જુદી છે, એટલે તેઓ એક બીજાને જૂઠે ઠરાવવા લાગ્યા અને એમ કરતાં ભારે વિખવાદ પેદા થયો.
હાથીને મહાવત આ આંધળાઓની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતે, તે આ પ્રસંગે નજીક આવે અને કહેવા લાગ્યું કે “ભાઈઓ! તમે તકરાર શા માટે કરે છે? તમારામાંના કેઈએ હાથીને પૂરેપૂરે જે નથી, પણ તેનું એક એક અંગ જોયું છે અને તેના પરથી આખા હાથી વિષે અભિપ્રાય આપવા લાગી ગયા છે, તેથી આ તકરાર ઊભી થઈ છે. હું તે આ હાથીને રોજ જોઉં છું, એટલે કહું છું કે આ હાથી સુપડા જે પણ છે, સાંબેલા જે પણ છે, ભૂંગળા જેવો પણ છે, થાંભલા જેવો પણ છે, પખાલ જે પણ છે અને સાવરણી જેવો પણ છે. પછી તેણે બધી વાતની સમજ પાડી. આથી છ આંધળાએ ચૂપ થઈ ગયા ને પિતાના રસ્તે પડ્યા.
આ ઉદાહરણથી એ વાત બરાબર સમજાય છે કે એક જ વસ્તુને જુદી જુદી અનેક અપેક્ષાએ-દષ્ટિએ જોઈ શકાય છે અને તે તે અપેક્ષાએ તેનું વર્ણન કરવામાં આવે છે, તે સાચું છે, પણ તે પરથી બીજી અપેક્ષા કે બીજી દષ્ટિને બેટી કહી શકાય નહિ. તાત્પર્ય કે વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે તેની જુદી જુદી અપેક્ષાઓને ધ્યાનમાં લેવી જોઈએ.