________________
સ્યાદ્વાદ
[ ૩૫ ] હાલ રૂપાથી પણ રસેલી છે અને તેનાથી પણ રસેલી છે, એટલે એક બીજાને ખોટા ઠરાવવાની જરૂર નથી. તમે બંને એક બીજાની જગ્યાએ આવી જાઓ અને ઢાલની બીજી બાજુ જુએ એટલે મારી વાત તરત સમજાશે.”
પેલા બંને મુસાફરોએ તેમ કર્યું, તે તેમની પિતાની ભૂલ સમજાઈ અને બેટી તકરાર કરવા માટે એક બીજાની માફી માગી. છ આંધળા અને હાથી
એક રાજાને રસાલે બપોર ગાળવા ગામડાની ધર્મ શાળામાં થે હતે. ગામલેકેને ખબર પડી, એટલે તેઓ એ રસાલે જોવા આવ્યા. તેમાં છ આંધળાઓ પણ હતા. તેમણે હાથી વિષે ઘણું સાંભળ્યું હતું પણ કોઈએ હાથીને
જ” ન હતું, તેથી મહાવતને વિનંતિ કરી કે “ભલે થઈને અમને હાથીને અડકવા દે જેથી હાથી કે હેય તે અમે જાણી શકીએ. ”
મહાવતે તેમ કરવાની રજા આપી, એટલે આંધળાએ હાથીને તપાસવા લાગ્યા. તેમાં પહેલાના હાથમાં કાન આવ્યો. તેણે કહ્યું : “આ હાથી તે સુપડા જેવું લાગે છે. બીજાના હાથમાં સૂઢ આવી. તેણે કહ્યું: “મને તે એ સાંબેલા જે લાગે છે. ત્રીજાના હાથમાં દંતૂશળ આવ્યા. તેણે કહ્યું: “મને તે એ ભૂંગળા જેવું લાગે છે. ચોથાના હાથમાં પગ આવે. તેણે કહ્યું: “મને તે એ મોટા થાંભલા જેવું લાગે છે.” પાંચમાના હાથમાં પેટ આવ્યું. તેણે કહ્યું: “મને તે એ