________________
સ્યાદ્વાદ
[૩૭] આ રીતે વસ્તુને જોઈએ તે એમ જ કહેવું પડે કે જગતની દરેક વસ્તુ અનંત ધર્માત્મક છે-અનંત ધર્મોવાળી છે. એક વિશેષ ઉદાહરણથી આ વાતને સ્પષ્ટ કરીશું.
એક પુરુષ ક્ષેત્રની અપેક્ષાએ “આર્ય' કહેવાય છે, વર્ણની અપેક્ષાએ “વૈશ્ય' કહેવાય છે, જ્ઞાતિની અપેક્ષાએ
ઓશવાલ” કહેવાય છે. ગામની અપેક્ષાએ “નાગોરી ” કહેવાય છે. પિતાની અપેક્ષાએ “પુત્ર” કહેવાય છે. પુત્રની અપેક્ષાએ “પિતા” કહેવાય છે. પત્નીની અપેક્ષાએ “પતિ” કહેવાય છે અને ભગિનીની અપેક્ષાએ “બંધુ” કહેવાય છે. આમ જુદી જુદી અપેક્ષાએ તેનામાં અનેક ધર્મો સંભવે છે.
આમાંની કઈ પણ એક અપેક્ષાને ધ્યાનમાં રાખીને તેનું પ્રતિપાદન કરવું, તેને નય કહેવામાં આવે છે. નયમાં સત્યને અંશ હોય છે. પરંતુ બીજા ધર્મોને નિષેધ કરવામાં આવે તે તે કથન અસત્ય ઠરે છે.
૭૫ વર્ષને એક વૃદ્ધ પુરુષ છે. તે વૃદ્ધ પુરુષને ૪૫ વર્ષને એક પુત્ર છે અને તે પુત્રને પંદર વર્ષને એક પુત્ર છે. હવે પેલા ૪૫ વર્ષના માણસને બાપ જ કહેવામાં આવે તે તે વચન મિથ્યા કરે છે, કારણ કે તે તેના ૭૫ વર્ષના વૃદ્ધ પિતાની અપેક્ષાએ પુત્ર પણ છે. હવે તે ૪૫ વર્ષના માણસને એમ કહેવામાં આવે કે તે પુત્ર જ છે તે તે પણ ખોટું છે, કારણ કે તેના ૧૫ વર્ષની ઉમરના પુત્રની દષ્ટિએ તે પિતા પણ છે.
સ્યાદવાદ બરાબર સમજવામાં આવે તે વસ્તુના સાચા