SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૨૦૦૬ નો માગશર સુદ ૬ ના ધામધૂમપૂર્વક ચારિત્ર અંગીકાર કર્યું. ક્રમશઃ તેમના ધર્મિષ્ઠાશ્રીઓ તથા વિચક્ષણાશ્રીજી નામ રાખી સાવીજી શ્રી જિનેન્દ્રીજીના શિષ્યા બનાવવામાં આવ્યા. એક જ કુટુંબમાં કેટકેટલા પુણ્યાત્માઓ આ પવિત્ર ભાગવતી દીક્ષાના માર્ગે સંચરી આત્મકલ્યાણ સાધી રહ્યા છે. ખરેખર એ કુટુંબ પણ ધન્યવાદને પાત્ર ગણાય ! મુનિ શ્રી ભરતવિજયજીએ સંયમની સુંદર આરાધના કરી જીવનને ઊર્ધ્વગામી બનાવ્યું હતું. વલસાડ મુકામે તેઓ વિ. સં. ૧૯૯૭ શ્રા. વદ ૧૩ ના સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. તેમની સ્મશાનયાત્રામાં ઘણી મોટી માનવમેદની એકત્રિત થઈ હતી. તેમના સુપુત્ર નગીનભાઈ તથા બાબુબાઈએ તે પ્રસંગે સારે લાભ લીધે હતો. શેઠ મુળચંદ બુલાખીદાસને પણ ખબર પડતાં તેઓ તરત જ ત્યાં હાજર થયા હતા. જયાં તેઓશ્રીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં એક સુંદર દેરી બંધાવવામાં આવી છે જે ભરતવાડીના નામથી પ્રસિદ્ધ છે. નવસારીમાં શતાવધાન . પૂ. પ. આચાર્યદેવ શ્રીમદ્દ વિયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ તથા શતાવધાની મુનિરાજ શ્રી કીતિવિજયજી મ. આદિ અમદાવાદથી વિહાર કરી જ્યારે નવસારી પધાર્યા હતા, ત્યારે શા. બાબુભાઈ ભોગીલાલ કે જેઓને મુનિશ્રીના શતાવધાન કરાવવાની તીવ્ર તમન્ના હતી, તે માટે તેમણે તન-મન અને ધનનો ભોગ આપ્યો હતો. મુનિશ્રીના શતાવધાનનો અભૂત કાર્યક્રમ તા. પ-પ-૫૮ રવિવારે એક વિશાળ મંડપમાં હજારોની મેદની સમક્ષ જાયો હતો. મુનિશ્રીના આ અદ્ભુત કાર્યક્રમને નિહાળી પ્રોફેસરે, અમલદારો, પ્રીન્સીપાલ અને વિદ્વાનો આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા અને જૈન ધર્મ અને જૈન સાધુની દિવ્યશક્તિના વખાણ કરતા હતા. શા. બાબુભાઈ ભોગીલાલે નવસારીમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે. એક પ્રતિષ્ઠિત વ્યાપારી છે. તેમજ અનેક સંસ્થાઓમાં તેઓ સારું વર્ચસ્વ ધરાવે છે.
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy