________________
સ્વમુનિવર્ય શ્રી ભરતવિજયજીની ક જી વ ન રે ખા
પ્રાચીન કાળમાં ત્રંબાવતી નગરીના નામે પ્રસિદ્ધિ પામેલ ખંભાત શહેર, ઋતિહાસની દૃષ્ટિએ અનેાખું સ્થાન ધરાવે છે. પ્રગટપ્રભાવી શ્રી સ્થંભનપાનાથ સ્વામી જે ભૂમિમાં બિરાજેલા છે, એવા અનેક જિનમદિરા, પૌષધશાળાએ અને અગણિત ધર્માત્માએથી આપતા સ્થંભનપુરમાં શા. મગનલાલ ફતેચંદ કે જેઓ કાપડના વ્યાપારી તરીકે પ્રસિદ્ધ હતા, તેમને ત્રણ પુત્રા હતા, જેમનાં નામ ક્રમશઃ નેમચંદભાઈ, ફુલચંદભાઈ તથા ભોગીલાલભાઈ હતા, તેમજ તેમને બે પુત્રીઓ હતી, જેમના નામ પુતળીબહેન અને સુરજબહેન હતા. શેઠ મુળચંદ બુલાખીદાસના તેએ બનેવી થતા હતા, ભાગીલાલભાઇએ ધંધામાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી, જયારે તારાચંદ પટવાને છરી' પાળા સંધ સિદ્ધગિરિ પહોંચ્યા, તે અરસામાં ભાગીલાલભાઈની ભાવના સંયમ લેવાની થતાં ચાક મુકામે સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે તેમણે વિ. સ. ૧૯૮૫ના પો. સુદ ૬ ના દીક્ષા અંગીકાર કરી, મુનિ શ્રી રૂપવિજયજીના શિષ્ય મુનિ શ્રી ભરતવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૧૯૮પના મહા વદ ૫ ના તાજા મુકામે તેમને વડીદીક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના માટા ભાઈ તેમચંદભાઈની પણ વૈરાગ્યભાવના જાગૃત થતા તેમણે તપસ્વી આચાર્ય શ્રી વિજયકરસૂરીશ્વરજી મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કરી, તેઓ મુનિ શ્રી તેમવિજયજીના નામે એળખાવા લાગ્યા.
ભોગીલાલભાઈને નગીનદાસ તથા બાબુલાલ શૅફે મુળચંદ એમ એ પુત્રા તેમજ જસીબહેન નામે એક પુત્રી હતી.
જસીબહેને વિ. સ. ૧૯૮૮ માં જેઠ સુદ ૪ ના મહામહે સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી તેઓ પ્રતિની સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. ના પ્રશિષ્યા ગુરુશ્રીજી મ. ના શિષ્યા જિનેન્દ્રીજી તરીકે પ્રસિદ્ધ થયા. નગીનભાઇની મધુકાંતા તથા વિમળાબહેન નામની બે પુત્રીએએ