________________
– મહાભાવિક નવકાર મંત્ર - नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सवसाहूणं ॥ . एसो पञ्च नमुक्कारो, सवपावप्पणासणो । मङ्गलाणं च सवेसिं, पढमं हवइ मङ्गलं ॥ १ ॥
ઉપર પ્રમાણે નવકાર મહામંત્રના નવ પદો છે. આ નવકાર મંત્ર ચૌદ પૂર્વના સારરૂપ છે તથા અચિંત્ય પ્રભાવશાળી છે. તેના પ્રભાવથી દે ને દાનવો પણ આકર્ષાય છે, મારા ફળે છે, વિઘો ને વિપદાઓ દૂર-સુદૂર ભાગી જાય છે, ઉપસર્ગોને વિલય થાય છે, જંગલમાં પણ મંગળ થાય છે, ચિંતામણીરત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ કરતાં પણ અધિક ઈચ્છિતને પૂરે છે. આ મહામંત્રના સતત ધ્યાનથી કિલષ્ટ કર્મો વિનાશ પામે છે. સર્વ પ્રકારના પાપનો નાશ થાય છે. આ લેક ને પરલોકમાં સુખ-સામગ્રી અને અપૂર્વ ઋદ્ધિસિદ્ધિ સાંપડે છે, નિકાચિત ને નિબિડ કર્મની નિર્જરા થાય છે, જન્મજન્મના પાપ ધેવાય છે, જન્મ-મરણની બેડીને કાપી નાખે છે, દુર્ગતિના ઘેર દુઃખથી આત્મા બચી જાય છે, આત્મા કમરહિત શુદ્ધ નિર્મળ અને પવિત્ર બને છે, પ્રાતઃકાળે ગણતાં આખો દિવસ મંગલમય નીવડે છે, જન્મતા સંભળાવાય તો જન્મ સફળ ગણાય, ભરતા સમરે તે સદ્ગતિ થાય. એના માહાસ્યનું જેટલું વર્ણન કરીએ તેટલું થોડું છે. નવકારમંત્રના એક–એક અક્ષરના જાપથી પણ અસંખ્ય વર્ષો સુધી ભોગવવા લાયક ઘેર કર્મો નાશ પામે છે. મનવચન-કાયાની એકાગ્રતાપૂર્વક આ મંત્રનો ખૂબ જાપ કરે, એના જાપમાં લયલીન બને, તન્મય બનો, નિરંતર તેનું જ રટણ કરો. હાલતાં ચાલતાં, સૂતાં કે ઊઠતા-બેસતાં તેનું જ સ્મરણ કરે. ફળની આકાંક્ષા ન રાખો.
જેમાં આત્મિક ગુણોની પરાકાષ્ઠાએ પહોંચેલા સર્વોત્કૃષ્ટ સિદ્ધ તથા સાધક ગુણી પુરુષોની સ્તુતિ છે, જેમાં માત્ર ગુણની જ પૂજ સમાયેલી છે, જેમાં આ માને ઉત્તરોત્તર વિકાસ સાધવાના ઊંચામાં ઊંચા પદે છે તે નવકાર મહામંત્ર સૌને એકસરખી રીતે શ્રેયસ્કર-કલ્યાણકર છે.
-