SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ધર્મ અને ધર્મનાયક તીર્થકર બન્યા. એ ધર્મરથમાં અનેક ભવ્ય જીવોને બેસાડી તીર્થંકરપ્રભુ મહાવીરે ભયંકર ભવાટવીમાંથી તાર્યા અને તરવાને માર્ગ બતાવ્યું. સજીવ કે નિર્જીવ પ્રત્યેક વસ્તુમાં અણુએ અણુએ અનંત શક્તિસામર્થ્ય રહેલું છે. પણ એ શક્તિસામર્થ્ય સફળ ત્યારે જ થાય છે જ્યારે શક્તિઓને સમન્વય કરી સંગ્રહ કરવામાં આવે છે. શક્તિઓને સંગ્રહ ન થાય અને પરસ્પરના સંઘર્ષથી તેને હાસ દિનપ્રતિદિન થતો જાય તે શક્તિને સદુપયેગ થવાને બદલે દુરુપયોગ થયો ગણાય. શક્તિઓનો સંગ્રહ કરવા માટે સંઘર્ષને વિવેકપૂર્વક દૂર કરવાની જરૂર છે, અને સાથેસાથે સંઘશક્તિ કેળવવાની પણ અતિ આવશ્યકતા છે. જે વિરુદ્ધ જણાતી શક્તિઓને પાણી અને અગ્નિ જેવાં વિરુદ્ધ તની જેમ સમન્વય કરી વિદ્યુલ્યક્તિ જેવી સંઘશક્તિ પેદા કરવામાં ન આવે તે સંઘધર્મનું યત્નરૂપ તત્ત્વ આગળ ચાલવું પણ મુશ્કેલ થઈ જાય. રાષ્ટ્રતંત્ર, ગણતંત્ર, સમાજતંત્ર અને ધર્મતંત્રનું સંચાલનકાર્ય પણ સંઘશક્તિના પ્રબળ પીઠબળને લીધે જ ચાલી રહ્યું છે એની ના કેણ કહી શકે એમ છે? - સૂક્ષ્મ કાર્યથી લઈ મહાન કાર્યની સિદ્ધિ માટે સંઘશક્તિ કેળવવિાની પણ પરમ આવશ્યકતા છે. આ જ ઉદ્દેશની પૂર્તિ માટે સમસ્ત માનવસમાજ સંઘસ્થાપનાની યોજનાને સ્વીકારે છે. નાનીમોટી સંસ્થાઓ, યુવકો, વિદ્યાર્થી સંઘો, જ્યોતિસંધે, મંડળ, ગચ્છ, સંઘાડાઓ, સમ્પ્રદાય વગેરે જુદાજુદા સંઘોએ લેકમત કેળવી પિતાના ઉદ્દેશની પૂર્તિ માટે સફળ પ્રયત્ન સેવ્યા છે અને હજુ તે સેવે છે. આ સંઘસ્થાપનાની યોજનાની પાછળ વ્યક્તિગત શક્તિ ગમે તેટલી બળવતી હોય છતાં જ્યાં સુધી છૂટીછવાયેલી શક્તિઓને સામૂહિક રૂપ આપી સંઘબળરૂપે પરિણત કરવામાં ન આવે ત્યાં સુધી ઈષ્ટ સાધ્યની સિદ્ધિ થવી અશક્ય છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy