SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ધર્મ અને ધર્મનાયક દુષ્કાળ પડવા છતાં પણ મુશ્કેલીઓ સહેવી પડતી નથી. કારણ કે ગ્રામનાયક પિતાની દીર્ધદષ્ટિથી ભવિષ્યને બરાબર વિચાર કરી ધાન્યને સંગ્રહ કરાવી રાખે છે કે જેથી દુષ્કાળના સમયે તેને સદુપયોગ થઈ શકે છે અને તેથી ગ્રામવાસીઓને કષ્ટ સહન કરવાં પડતાં નથી. આજે ગ્રામનાયકના અભાવે ગ્રામીણ જનતાનું જીવનધન -ગૌવંશ અજ્ઞાન અને દુર્વ્યવસ્થાને કારણે લૂંટાઈ રહ્યું છે. જે કંઈ ગ્રામનાયક હોય તો તે ગૌવંશની રક્ષા માટે બધી વ્યવસ્થા કરી રાખે છે અને ભવિષ્યમાં ગૌવંશનું રક્ષણ અને વર્ધન થાય તેવા ઉપાય યોજે છે. કઈ સાચે ગ્રામનાયક બહાર પડે અને ગ્રામીણ જનતા તેની કાર્યપ્રણાલીમાં સંપૂર્ણ સહકાર આપે તે ભારતવર્ષને અસ્ત થએલા જ્ઞાનસૂર્યને પાછો જરૂર ઉદય થાય. માનવસમાજનું જીવન જ્યાંસુધી અન્ન અને વસ્ત્ર ઉપર અવલંબિત છે ત્યાં સુધી માનવસમાજે ગ્રામધર્મને અતિ મહત્વનું સ્થાન આપવું જ પડશે. કારણ કે સંસારમાં મનુષ્યો માટે સાધારણતઃ અન્ન અને કપડાંની સર્વપ્રથમ વિશેષ આવશ્યકતા રહે છે. અન્ય વસ્તુઓ વિના તે કામ ચાલી શકે છે પણ અન્ન અને વસ્ત્ર જેવી જીવનપયોગી વસ્તુઓ વિના ચાલી શકે નહિ. ભારતવર્ષમાં એવાં ગામે અસ્તિત્વમાં છે કે જે પોતાની જ નીપજમાંથી ઉપર્યુક્ત બને આવશ્યકતાઓને પૂરી પાડી શકે છે. ગામમાં પેદા કરેલું અન્ન ગામેની બધી ખાદ્ય વસ્તુઓની આવશ્યકતા પૂરી પાડી શકે છે. બાકી વસ્ત્રોની વાત રહી. - પ્રાચીન સમયમાં પ્રત્યેક ગામમાં કપડાં તૈયાર કરવામાં આવતાં. પ્રાયઃ કઈ ગામ એવું ખાલી ન હતું કે જ્યાં કપડું તૈયાર થતું ન હેય ! જ્યારે પ્રત્યેક ગામો પિતાના માટે પહેરવાનાં કપડાં અને ખાવા
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy