________________
પરિશિષ્ટ
૧૨૧ અંગ નથી કે જેને વિચાર ધર્મને કર્તવ્ય નથી. તેથી ધર્મ મનુષ્યના સનાતન જીવન એટલે જ અથવા તેથી પણ વિશેષ વ્યાપક હોવો જોઈએ અને જીવનસમસ્ત તેનું ક્ષેત્ર છે. તેથી અત્યંત ઉત્કટપણે છવો હોવો જોઈએ.
આજે જગતના જે પ્રખ્યાત ધર્મો છે તે ઘણે અંશે એવા વ્યાપક ધર્મો છે. સ્થાપનાને સમયે તે તે બધા જીવતા હતા જ. પરંતુ તેમને ચેતનને ધાર્મિક પુરુષોએ વારંવાર જગાડી તેમને જીવતા રાખ્યા છે. સગડીમાંને દેવતા સ્વભાવે જ જેમ વારંવાર મંદ પડી જાય છે અને તેથી વારંવારકેલિસા પૂરીને અને ફૂંકીને તેનું સંસ્કરણ કરવું પડે છે, તેને જાગતે રાખવો પડે છે, તે જ પ્રમાણે સમાજમાં ધર્મતેજને જાગ્રત રાખવા સારુ ધર્મપરાયણ સમાજ પુરુષને તેને દૂકાનું અને ઈંધન પૂરવાનું કામ કરવું પડે છે. આ કામ જે વખતોવખત ન થયું તે ધર્મજીવન ક્ષીણ અને વિકૃત થઈ જાય છે અને ધર્મનું ક્ષણ અને વિકૃત સ્વરૂપ અધર્મ જેટલું જ નુક્સાન કરે છે. ધર્મને ચેતનવાન અને પ્રજ્વલિત રાખવાનું કાર્ય ધર્મપરાયણ વ્યક્તિઓ જ કરી શકે છે.
ધર્મને અંતિમ આધાર મનુષ્યહૃદય છે. ધર્મજિજ્ઞાસા અને ધર્મવિચાર એ મનુષ્યોને સ્વભાવ જ છે અને તે કારણે સર્વકાળમાં અને સર્વદિશામાં ઉન્નતિની કક્ષા પ્રમાણે મનુષ્યહૃદયમાં ધર્મને આવિર્ભાવ થયો જ છે, આ હૃદયધર્મ ગમે તેટલો કલુષિત હોય, મલિન હેય, તે પણ તેની મૂળ વસ્તુ શુદ્ધ છે. અશુદ્ધ સુવર્ણ કંઈપિત્તળ નથી, અને પિત્તળ ગમે તેટલું શુદ્ધ, ચકમકતું અને ઘાટીલું હોય તો પણ તે સેનું નથી. માત્ર બુદ્ધિના જોર પર ઊભે કરેલે, લેકમાં રહેલા રાગદેષને લાભ લઈ ચાલુ કરેલ અને ચેડા અથવા ઘણા સામર્થ્યવાન લેકેના સ્વાર્થને પિષનારે ધર્મ તે ધર્મ નથી, અસંસ્કારી હૃદયની ક્ષુદ્ર વાસના અને દંભમાંથી ઉત્પન્ન થતી વિકૃતિને ઢાંકો શિષ્ટાચાર કે ચતુરાઈપૂર્વક તકથી કરે તેને બચાવ એ પણ