SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ અને ધનાથક ૧૧-પ્રતિપૂણ પૌષધશત ગંહ દર મહિને એકવાર જ્યારે પણ કુરસદ કે સગવડ એને અનુકૂળ શારીરિક-માનસિક સ્થિતિ હોય ત્યારે ભૂખ્યાં રહેવું જોઈએ કે જેથી શરીર નિરોગી અને સહનશીલ બને અને એ સ્થિતિમાં ૨૪ કે ૧૨ કલાક આત્મરમણતામાં ગુજારવા એ ગૃહસ્થનું પ્રતિપૂર્ણ પૌષધવત છે. ૧૨-અતિથિવિભાગવત ગૃહસ્થે ઉપકારી મનુષ્યની ભક્તિ-સેવા કરવાનો પ્રસંગ મળે ત્યારે તેમની સેવા ઉલ્લાસથી બજાવવી જોઈએ. જે પુરુષો જગતના ઉપકારમાં જે જીવન ગુજારતા હય, જેઓ પોતાના શરીરાદિની સારસંભાળ કરવા જેટલી કુરસદ ન લઈ શક્તા હોય, તેમના અસ્તિત્વ આરોગ્ય અને પ્રવૃત્તિની જગતને ઘણી જ જરૂર હેવાથી, તેમની તંગીઓ જાણવી અને તે પૂરી પાડવાની તત્પરતા બતાવવી એ ઉપકૃત વર્ગનું કર્તવ્ય છે. એમણે ઉઠાવેલાં મિશનેને નિભાવવામાં પોતાના શરીરબળ, દ્રવ્યબળ, લાગવગ, સમય, બુદ્ધિ, આદિને ફાળો આપે, તેમની મુશ્કેલીઓ અને દુઃખ તથા સંકટમાં દલસોજી ધરાવીને તે દૂર કરવા માટે પિતાથી બનતું કરવું અને તેમના જયમાં પોતાને જયસમાજને જય-માન એ ગૃહસ્થનું અતિથિસંવિભાગવત છે. આ પ્રમાણે નૈતિકધર્મ–સામાન્ય ધર્મની સાથે વ્રતધર્મ વિશેષ ધર્મોનું બરાબર પાલન કરવામાં ગૃહસ્થજીવનનું સાફલ્ય છે. આ પ્રમાણે ગૃહસ્થજીવનને વ્રતધર્મના પાલનથી સફળ બનાવ્યા બાદ શ્રમણુધર્મને સ્વીકાર કરી રાષ્ટ્ર, સમાજ અને ધર્મના કલ્યાણ સાધવાની સાથે આત્મકલ્યાણ સાધવા માટે ત્યાગમય જીવન વ્યતીત કરવું એમાં માનવજીવનની સફલતા છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy