SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માંગી, ત્યારે તે બધા સુભદ્રાની હાંસી કરવા લાગ્યાં. અને બેલ્યાં, હવે તમે તમારા સતીપણાને ઢાંકે, તમારું સતીપણું સૌ જાણે છે. " કુટુંબિયન ટેણ સાંભળીને, ગભરાયા સિવાય, સતી પોતે પિતાના ઘરમાંથી કાચું સૂતર અને ચારણ લાવી, રાજા અને પ્રજાના દેખતાં ચારણું બાંધી, સર્વની સાથે કૂવા ઉપર ગઈ, દેરડા પકડી, ચારણને કૂવામાં ઉતારી, પાણી ભરાયું, ખેંચી બહાર કાઢી, ટીપું પણ પડતું નથી. રાજા અને પ્રજા પતિ અને શ્વસુરગ, સાથે વાજતે-ગાજતે દરવાજે ગયાં. હાથમાં ખોબા ભરીને પાણી છાંટ્યાં. ત્રણ દરવાજા ઉઘાડ્યા. ચે ન ઉઘાડ્યો અને કહ્યું, હે રાજન! બીજી કઈ સતીને ઉઘાડવા માટે આ દરવાજે છેડી દઉં છું. નગરના ન્યાયી રાજવીએ પણ. સુભદ્રા સતીને પ્રભાવ જે. પતિ બુદ્ધદાસ તથા તેમનાં માતા વગેરેને પણ સતી સુભદ્રાના શીલ અને ધર્મ તરફ બહુમાન થયું. ચમત્કાર ત્યાં નમસ્કાર, આ ન્યાય કઈ કઈ વાર લોકેનું કલ્યાણ કરનારે બની જાય છે, ધર્મ પ્રત્યે આકર્ષણ જાગે છે, રાગ વધે છે, અને સાચી લાગણીઓ પ્રગટાવે છે. - સુભદ્રાની ત્રિકરણ ધર્મભાવના દાન–શીલ અને તપની ત્રિવેણીસમાગમના સાક્ષાત્કારે નિકોને કેરવ્યા, અને પ્રશંસક બનાવ્યા. રાજા-પ્રજા અને કુટુંબ બધાય, શ્રીવીતરાગશાસન પામ્યા. સતી સુભદ્રાનું આખા શહેરમાં કુલદેવતા જેવું બહુમાન ફેલાયું. લેકના ઘેરઘેર સુભદ્રાસતીના શીલ અને ધર્મનાં વખાણ કરીને, સાચા ગુણાનુરાગની પ્રભાવના થઈ. જેના ધર્મને જયજયકાર થયે. - સુભદ્રા સતીએ આખી જિંદગી. શ્રીવીતરાગ શાસનની આરાધના કરીને, વારંવાર ગીતાર્થ ધર્મગુરુઓની દેશના સાંભળીને, શ્રાવકને યેગ્ય વ્રત-પચ્ચખાણ આચરીને, અનેક રીતે કર્મોને, પાતળાં પાડી નાખ્યાં હતાં. એકવાર ચંપાનગરીમાં જૈનાચાર્ય પધાર્યા. સુભદ્રાસતીએ વ્યાખ્યાન સાંભળ્યું. સંસારની અસારતા વિષય-કષાયોની દુષ્ટતા સાંભળી. अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म यः कुर्याद् विषयसुखतृष्णातरलितः ब्रुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्या मूर्खाणा मुपल मुपलन्धुं प्रयतते ॥ અર્થ : જેમ મોટા સમુદ્રના મધ્યમાં વહાણ નાશ પામ્યું હોય. તેવા સમયે માણસા ચારે બાજુ ચક્ષ ફેરવે ત્યારે. કાંઠે ક્યાંય દેખાતા નથી. તેમ આપણું આ જીવ માટે ચાર ગતિ. છકાય રાશી લાખ યોનિમાં, તથા જન્મ-રોગ-શેક-વિગ-સુધા -તૃષ્ણા આજીવિકાને અભાવ, ઘડપણ પરાભવ-અનાદર આવા આવા ન ગણાવી શકાય તેટલાં દુખેથી ત્રણે કાળ ભરેલા છે. આવાં સંસારમાં વખતે મનુષ્ય જન્મરૂપ કિનારાવાળા સમુદ્રમાં, ધર્મ કરવાની બધી સગવડ સામે જણાતી હેય, ધર્મરત્નત્રુીની આરાધનારૂપ વહાણે દેખાતાં હોય છતાં વહાણને પાસે ઊભેલાને જોઈને પણ જીવ ધર્મરૂપ વહાણુમાં બેસતા નથી. પરંતુ, સંસાર તરવા સુખ મેળવવા સારૂ જેમ કોઈ સમુદ્રને તરવા સારુ પથ્થરને શોધવા ફાંફાં લગાવે, તેમ વિષયના સુખરૂપ તૃષ્ણામાં તરબળ બનેલા જીવો ધર્મરૂપ નૈકાની સામે પણ જોતા નથી. પરંતુ વિષયસુખરૂપ પથ્થરને શોધે છે. માટે તેવાઓ ખરેખર મૂર્ખાઓના અગ્રેસર છે. પ્રશ્ન : આટલી હદના જાણકાર, ટેકીલા. પ્રાણના નાશથી પણ ડર્યા વગર, ધર્મને નહીં છોડનારા. સ્વ-આચરણથી દેવતાઓને પણ વશ કરનારા મહાપુરુષે, પહેલાથી જ દીક્ષા કેમ નહીં લેતા હોય ? M
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy