________________
૫૫
સતીત્વનો પ્રભાવ અને જૈન શાસનને યજયકાર
આ જગ્યાએ ઝાંઝરિયા મુનિરાજ, મેતાર્ય મુનિરાજ, હરિકેશી મુનિરાજ વગેરેના દાખલા જાણવા.
સતી સુભદ્રા ઉપર અસતીપણાનું કલંક આવ્યું. અને જેનશાસનની (જૈનશાસનના વિરોધીઓ અને છિદ્રગષકો દ્વારા) નિંદા પણ ખૂબ ફેલાઈ, જોઈ-સાંભળીને સુભદ્રા જરાપણ ગભરાઈ નહીં, પરંતુ પોતાના ઘરના ઓરડામાં, એકાન્ત પામીને, અભિગ્રહ લીધો કે, જ્યાં સુધી શ્રીવીરાગદેના શાસનની નિંદા બંધ ન થાય, ત્યાં સુધી મારે ચારેઆહારના પચ્ચખાણપૂર્વક, કાઉસ્સગ્નમાં જ રહેવું. કાઉસગ્ગ પાળ નહીં.
સતીસુભદ્રાએ, સાંજના વખતે કાર્યોત્સર્ગ કર્યો હતો. થોડા કલાકે શુભધ્યાનમાં ગયા. તેટલામાં જૈનશાસન રક્ષપાલિકા શાસનદેવી પ્રગટ થઈ. સુભદ્રાને કહેવા લાગી, હે પુત્રી ! હું જૈનશાસનની રક્ષપાલિકા શાસનદેવી, તારા માટે આવી છું. કાર્યોત્સર્ગ પાળીને. મને કહેવું હોય તે બોલ.
શાસનદેવીના દર્શનથી. સાક્ષાત્કારથી અને પ્રસન્નતાનાં વચનેથી, સુભદ્રાસતીના હર્ષનો પાર રહ્યો નહી. ઔદાસીન્ય ચાલ્યું ગયું, પ્રસન્નતા આવી, કાઉસગ્ગ પાર્યો, દેવીના પગમાં પ્રણામ કર્યા. હે શાસન વિન નાશરાણી દેવી ! આ મારી ઉપર આવેલું કલંક અને શ્રીજૈનશાસનની નિંદા સાંભળીને મારે આત્માં સળગી રહ્યો છે. કૃપાકરી મારું કલંક અને શાસનની નિંદા દૂર કરે.
દેવી કહે છે, પુત્રી ! ચિંતા કરીશ નહીં. સવારમાં જૈનશાસનની નિંદા અને તારા ઉપરના કલંકને દેશવટે મળશે, અને શ્રીવીતરાગ શાસનની પ્રભાવના ફેલાશે. દેવીનાં વચન સાંભળીને, સુભદ્રા ઘણી હર્ષઘેલી બની ગઈ. અને દેવીને વારંવાર પ્રણામ કરવા લાગી. દેવી અદશ્ય થઈ ગયા. અને સતી સુભદ્રા નમસ્કાર મહામંત્ર જાપ કરવા બેસી ગઈ.
પ્રાતઃકાલમાં ચંપાપુરીમાં, નગરના દરવાજા ઉઘાડનારા દરવાને, દરવાજા ઉઘાડવા માટે આવ્યા. પરગામ, પરદેશ જનારા, ઝાડેફરવા જનારા, પાણી ભરવા જનારા, ખેતરો વાડીઓમાં, બગીચાઓમાં, કામ ઉપર જનારા, માણસોના ટોળાં ભેગાં થવા લાગ્યાં હતાં. દરવાજા ઉઘડવાની રાહ જુએ છે. દરવાજા ઉઘડતા નથી. તેમ તેમ માણસોનાં ટોળાં વધવા લાગ્યાં. આ પ્રમાણે ચારે દિશાના દરવાજા ઉઘડતા નથી. અને લોકોમાં ગભરામણ વધી ગઈ. હવે શું થશે? . દરવાનોએ રાજાને ખબર આપી. તેથી પ્રધાન મંડળ સહિત રાજા, દરવાજે આવ્યો. બધાને જણાયું કે જરૂર કોઈ દૈવી કેપ થયો જણાય છે, તેથી રાજાએ સ્નાન કર્યું, શુદ્ધ વસ્ત્રો પહેર્યા, અને ધૂપ-દીપ-બલિદ્રવ્ય મૂકીને, આકાશ સન્મુખ રહીને, બેહાથ મસ્તકે લગાડીને, પ્રાર્થના કરી કહ્યું કે, કોઈ દેવદેવીને અપરાધ થયો હોય તે, ક્ષમા કરો અને દરવાજા ઉઘાડો.
" રાજનાં વચન સાંભળી, શાસનદેવી, આકાશમાં અતિ નજીકમાં આવીને બોલ્યાં : હે રાજન! કશી ચિંતા કરશે નહીં. પણ સાંભળે. કોઈ પણ સતી નારી, કાચા સૂતરના તાંતણે ચારણું બાંધી, કૂવામાં નાખી, કૂવાનું જલ ચાલણીમાં ભરી, નગરના દરવાજાનાં કમાડને છાંટશે, ત્યારે બારણાં તુરત ઉઘડી જશે.
દેવીનાં વચન સાંભળી, રાજાને આદેશ પામી, પિતાના સતીપણાને ગર્વ અનુભવનારી સેંકડો નારીઓ, ચારણ ને કાચા સૂતરથી બાંધવા લાગી, પણ સૌની મહેનત નિષ્ફળ ગઈ. ગામમાં હાહાકાર ફેલાયે. તે વખતે સતી સુભદ્રાએ, પતિ અને સાસુ-સસરાની અનુમતિ