________________
૪૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અંબિકા, સાસુ અને પતિની દમદાટીથી, ખુબ ગભરાઈને, બે પુત્રને ઉપાડીને, પ્રારંભમાં કઈ પિતાના સગાંવહાલાંના ઘેર ગઈ. પરંતુ કેઈએ આદર, માન કે આશ્વાસન આપ્યું નહી. તેથી તુરત ગામ બહાર નીકળીને, પુત્રને ઊંચકીને દોડવા લાગી. અંબિકા સાવ ભૂખી તરસી જ હતી, અને બાળકને પણ હજી ખવડાવ્યું હતું નહી.
તેથી બાળકે સુધાતૃષાથી ખુબ રડવા લાગ્યા. ત્યાં તે નજીકમાં આબે અને સરોવર જોયાં. ભાદરે માસ હોવા છતાં, આંબાને ફળ લાગેલા જોયાં. પહેલાં સૂકું જોયેલું સરવર પણ, પાણીથી ભરેલું જણાયું. દાન અને શીલધર્મને સાક્ષાત્કાર દેખાય. તેથી મુનિરાજને આપેલા દાનને, બળાપે નહીં પણ અનુમોદના શરુ થઈ. દુઃખ ધીમું પડયું અને થોડો હર્ષ પ્રકટ થયા.
બાળકને પાણી પાયું, આંબાની આખી લુંબ લાવી, પુત્રને ફળ ચૂસાવ્યાં. અને તે જ આંબાના ઝાડ નીચે વિસામો લેવા બેઠી. અને આંબાના ઝાડને કહેવા લાગી : સખી બહેન કે માત, બાપ ભાઈ મારે નથી, આંબા! તું મુજ બાપ, વિસામો આપે પથી.
( અંબિકા વિસામો લે છે. આ બાજુ એની સાસુ દેવિલા રસોડામાં ગઈ અને ભાજને જોવા લાગી. તો પાત્ર (તપેલાં વગેરે વાસણો ) તદ્દન સુવર્ણનાં થયેલાં જોયાં. અને ચોખા વગેરે અનાજ, સાચા મેતીના દાણું બની ગયેલા જોઈ દેવિલાના ચિત્તમાં આનંદ અને અફસોસનું યુધ્ધ શરુ થયું.
આ પ્રશ્ન : આનંદ શા માટે? 1 ઉત્તરઃ સુવર્ણ અને સાચા મોતી જોવાથી, સુપાત્ર દાનને પ્રભાવ સાક્ષાત્ દેખાય માટે. . . . . . . .
. . . . . . , - પ્રશ્નઃ અફસ થવાનું શું કારણ? : ઉત્તર : સિતાજી જેવી શીલવતી અને રાજુલે જેવી રૂપવતી પુત્રવધૂને ઠપકો આપ્યો, ગાળો ભાંડી, અપમાન કર્યું અને ઘરમાંથી કાઢી મૂક. હું પણ ગઈ, સાથે વંશ પણુ ગયે..' . . . - - - -
રાંધેલા અનાજના વાસણો બધાં સુવર્ણ બનેલાં જોયાં. અને પિતાના પુત્રને ઘરમાં બેલાવ્યો, બધું બતાવ્યું, મેં જોયું તે બરાબર છે કે, મારી ભ્રમણા છે? દીકરાને પૂછયું ? " સેમભટ્ટ બધું નજરે જઈને, માતાને પૂછવા લાગ્યા, આમ થવાનું કારણ શું? .
માતા કહે છે : પુત્ર! આ બધે પ્રભાવ તારી પતિવ્રતા, શિલાલંકારધારિણી, પત્નીના સુપાત્ર દાનને છે. જરુર આજે કઈ રન કે સુવર્ણના પાત્ર સરિખા સુપાત્રમાં, આપણું દાન ગયું જણાય છે. ધિકકાર છે તે અધમાધમ પાડોસણ બાઈને. અને તેથી વધારે ધિકકાર આપણુ બે માતા-પુત્રને. કે, જેમણે કલ્પવૃક્ષના ઊગતા અંકુરો કુહાડે કાપી નાખ્યા.
સેમભટ્ટ માનની વાત સાંભળી. ભોજનના ભાજનેમાં ભરેલ પકવાનો વગેરે પણ બરાબર જોયાં. તેથી પિતાની પત્નીની ધર્મશ્રદ્ધા, તથા દાન ભાવનાને આજે સાક્ષાત્કાર થવાથી પોતાની ભૂલને બળાપ કરતે, પત્નીને પાછી વાળવા, બહાર નીકળી દેડવા લાગે અને પત્નીના પગલે પગલે દેડી રહ્યો છે.