SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઇ કાંઈ પણ કહે તો, બંને જણા સામું બેલે, કશું કામ ન કરે, સેવા કરવાની તો વાત જ નહીં. પરંતુ સેવા કરાવવાની જ લાઈન ગોઠવાઈ ગઈ. છેવટે ડોસા-ડોસી કંટાળી ગયાં. પિતાનો પુત્ર અને પુત્રવધૂ યાદ આવવા લાગ્યાં. પિતાની ભૂલના બળાપા-પશ્ચાત્તાપમાં, સળગી, મંદવાડ ભેગવી, મરણ પામ્યાં. ઘેર આ પછી બુદ્ધિધને, માબાપના દુઃખમય સમાચાર સાંભળી, આઘાત અનુભવ્યો. બુદ્ધિધનની લાયકાતથી, રાજા, રાજ્યના અધિકારીઓ અને મહાજન વર્ગો મળીને, નગરશેઠની પદવી આપી. બુદ્ધિધન અને શ્રીમતી સતી જિનમતીએ, સુગુરુને સમાગમ પામી, સમ્યકત્વ-મૂલ બાર વ્રતો ઉચ્ચર્યા. અને ખૂબ સારી રીતે આરાધ્યાં. વળી આ ધર્માત્મા શ્રાવક દંપતીના સદાચાર અને સહવાસ જોઈ, તથા જૈનાચાર્યોનાં વ્યાખ્યાન સાંભળી, ઘણું લેકે નવીન જૈન ધર્મ પામ્યા. સ્વ પરનું કલ્યાણ સાધનારા થયા. આ રીતે બદ્વિધન અને જિનમતી શ્રાવિકાની કથા વાંચનારને સમજાશે કે, ધર્મ કરનાર આત્માઓ ઉપર પણ, કેવા અન્યાય થયા છે, ધર્મ સારો હોય તે પણ, લોકેને સમજવાની ગરજ હતી નથી, અઘમ જે અથવા ધર્માભાસ પણ, અમારે ધર્મ જ સારે આવો હઠાગ્રહ, જગતના સર્વ મનુષ્યમાં, અઠ્ઠા જમાવીને રહ્યો છે, ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં, ધર્મની સમજણવાળા થડા હોય છે, અને અધર્મને પક્ષપાત કરનારા ઘણું હોય છે, અને તેથી કેટલાક અધૂરા છ બિચારા, શુદ્ધ ધર્મ પણ બેઈ નાખે છે. વળી ધમષના કારણે, કેટલીક બાળાઓના જાન પણ, જોખમાયા છે. અનાચારી પતિઓના અને સાસુ-સસરાના ત્રાસ પણ ભેગવવા પડ્યા છે. અહીં સતી સુભદ્રા – નર્મદાસુન્દરીર તથા સતી શ્રીદેવી વગેરે બાળાઓની વિટંબણાઓનાં વર્ણને, વાંચનારને ત્રાસ થયા વિના રહે નહીં. અને હમણાં પણ કેટલીક ધર્મ પામેલી બાળાઓ પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ મૂલ અને સાથે ભણેલી, ઉત્તમ કુળમાં જન્મેલી, શીલ ગુણધારિણી, બાળાઓએ પણ, શ્વસુર વર્ગના ઘણા ત્રાસ અનુભવ્યાના, અકાળ મરણ નીપજાવ્યાના, દાખલાઓ પણ, નજરે દેખાયા છે, કાને સંભળાયા છે, પેપરમાં જાહેર થયા છે. ઈતિ ધર્મ અને ધર્મની કેસેટીમાં પાર ઊતરનારા દંપતીની કથા સંપૂર્ણ. ધર્મષ અને ધર્મકર્સટીઓની બીજી એક કથા લખાય છે. શ્રીપુર નામના નગરમાં શ્રીણ રાજાને, ઘણે ખૂબસૂરત દેવરાજ નામા બાલકુમાર પુત્ર હતા. તે કુમારને જેનાર પ્રત્યેક મનુષ્યને, વારંવાર તેનું રૂપ જેવા આકર્ષણ થયા કરતું હતું. પરંતુ કર્મને ઉદય પ્રાણીમાત્રને, રૂપાળા, કદરૂપા, સુડોળ, બેડેળ, કઠોરભાષી મધુરભાષી, એવા અનેક વર્ષો પહેરાવે છે. તે જ ન્યાયથી કુમાર, બલપણું છોડીને યુવાનીમાં પ્રવેશે કે, ધીમેધીમે ચામડી બગડવા લાગી, અને જોરદાર કઢનો રોગ ફેલાઈ ગયું. રાજારાણીએ, ઘણા વિદ્યા બેલાવીલખલૂટ દ્રવ્ય ખર્ચ કર્યું. ઔષધે કરાવ્યાં. પણ પૈસા-પ્રયાસ અને સમય, બધું બરબાદ ગયું. સાત વર્ષો ગયાં. પછી તે રાજા શ્રીષેણે, ગામમાં પડહ વગડાવ શરૂ કર્યો કે, જે માણસ મારા પુત્રને નીરેગ બનાવે, તેને હું ઈચ્છિત ધન આપીશ.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy