SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ બુદ્ધિધનની સાત્વિક દશાનો થયેલ સાક્ષાત્કાર શકું નહીં. આયુષ્ય પૂર્ણ થતાં, પત્ની-પરિવાર અવશ્ય છોડવા પડે છે. પરંતુ સંતપુરુષેએ મરણના ભેગે પ્રતિજ્ઞા છેડી નથી જ. કહ્યું છે કે : प्रमादसंगतेनापि, या वाक्प्रोक्ता मनस्विना। सा कथं दृषदुत्कीर्णाक्षरावलीवान्यथाभवेत् । અર્થ : પ્રમાદથી પણ સજજન માણસોએ, ધર્મને અનુકૂળ કાંઈ વચન બેલી દીધું હોય તે, પથ્થરમાં કોતરેલા અક્ષરની માફક ભૂંસાતું નથી જ. વળી મહાપુરુષે ફરમાવે છે કે જર્જ થrg શિવ ચાતુ, વાસ્તુ પ્રાળr fશ્વનr: થા મા થમેરોકતા વાળી માથાનુ શાશ્વ અર્થ : પુણ્ય ખવાઈ જાય તો, રાજ્ય ભલે જાય, લક્ષ્મી ભલે જાય. અને અવશ્ય નાશ પામનારા પ્રાણ પણ ભલે જાય. પરંતુ સંતપુરુષેના મુખમાંથી નીકળેલી વાણી, કેઈપણ ભેગે પલટાય નહીં. બદલાય નહીં. બધું નાશવંત છે. સંતોની વાણી અવિનશ્વર છે. પની = શ્રીજૈનશાસનમાં, છ આગાર બતાવ્યા છે. તે પૈકીને “દુનિયાળ” માતાપિતાદિ વડીલેના કારણે, પચ્ચખાણ બદલવું પડે તે, વ્રતભંગ ગણાય નહીં. બુદ્ધિધન = મે પણ જૈનાચાર્યોના મુખથી, શ્રીવીતરાગદેવનાં વચન સાંભળ્યાં છે. આગાર એ વ્રતરૂપ મહેલને, પડી જતા ટકાવવાના ટેકા = થાંભલા છે. પરંતુ ગજવેલના મહેલને, થાંભલાની જરૂર હોય નહીં. આવાં ધર્મપૂર્ણ અને સાત્વિકભાવથી ભરેલાં, વચન સાંભળવા છતાં, રડતી દશાવાળી પત્નીને, તેના પિતાને ઘેર રાખીને, ખૂબ દિલાસો આપીને, થોડા જ વખતમાં, ભેગા થઈ જવાની વાત કરીને, મિત્રો પાસેથી પરદેશ જવાનું, થોડું ધન સાધન મેળવીને, પોતાનાં અને પત્નીનાં આભૂષણો પણ, માતાપિતાને આપીને, સાર દિવસે અને સારા શકુને, બુદ્ધિધન પરદેશ કમાવા ચાલ્યો ગયે. જિનમતી મહાસતીએ સતી દમયંતી વગેરેની પેઠે, પતિને પુનઃ મેળાપ થાય ત્યાં સુધી, સ્નાન કરવું નહીં, વાળને સમારવા નહીં, છ પૈકીની એક પણ વિગઈ૩ વાપરવી નહીં. ભૂમિ ઉપર સંથારે જ સૂવું (ગાદલાં પલંગ વાપરવા નહીં.) નિત્ય એકાસણું" કરવું, તાંબુલ ખાવું નહીં, પિતા અને ભાઈ સિવાય કોઈ પુરુષ સાથે બોલવું નહીં વિગેરે નિયમ કર્યા.' - પુણ્યની અનુકૂળતા અને પતિ-પત્નીના, શીલ = સદાચારના પ્રતાપે બુદ્ધિધનને; પરદેશમાં અતિઅલ્પકાળમાં, લક્ષ્મીની ખૂબ જ પ્રાપ્તિ થઈ. ઝવેરાતને વેપાર હાથ લાગવાથી, પિતાની પ્રમાણિકતાથી, રાજામહારાજાઓ અને શેઠ–સાહકારની ઘરાકી જામવાથી, બુદ્ધિધન થેડા જ કાળમાં કેડ સોનામહોરો કમાયા. અને વેલાવેલા વિનવિના પિતાનું ધન સાથે લઈ પિતાના નગરમાં પાછા ફર્યા. મિત્રો અને શ્વસુર વગે તેમને મોટા આડંબરથી પુરપ્રવેશ કરાવ્યો. આ બાજુ કદાગ્રહમાં પરવશ બનેલા પિતાએ, પુત્રીના પુત્રને દત્તક લઈ પિતાને ઉત્તરાધિકારી બનાવ્યું. ' અને તે શેઠના ઘરનો માલિક થયો. તેને પણ પિતાની જ્ઞાતિના, પોતાના ધર્મને પાળનારા, એક શ્રીમંતની પુત્રી સાથે પરણાવ્યો. શેઠે દત્તક લીધેલ ભાણિયે, અને તેની વહ ખૂબ જ ઉદ્ધત હતાં. વિનય, વિવેક, નમ્રતા લજજા બિલકુલ હતાં જ નહીં. ડોસી–ડોસા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy