________________
RE
૩ર
૩૩
૩૪
૩૫
દુહા : ભીરસૂરિ એકવીશમા, બાવીશમા જયદેવ, દેવાનંદ સૂરિશ્વરૂ તેવીશમા ગુરુદેવ. ચવીશમા પટધર નમ્યું, શ્રીવિક્રમ સૂરિરાય, તાસપટોધર ગુણનીલા, નરસિંહસૂરિ થાય. છવીશમા પટધર થયા, સમુદ્રસૂરિ મહારાય, સત્તાવીશમા પટધરૂ, માનદેવસૂરિ થાય. અઠ્ઠાવીશમા પાટવી, વિબુધપ્રભ સૂરિભાણ, તાસ પટોધર વંદીયે, જયાનંદ ગુણ ખાણ. થયા પટોધર ત્રીશમા, રવિપ્રભ સુરિરાય, તાસપટે એકત્રીશમા યશોદેવસૂરિ થાય ચોપાઈ : પ્રદ્યુમ્નસૂરિ થયા સૂરિદેવ, રુપકલા ગુણ કામદેવ, તાસપાટે થયા સૂરિરાય, ત્રીજા માનદેવ કહેવાય. ૩૭ વિમલચંદ્રસૂરિ ચઉતીશ, સૂરિવાચક ઘણા જસશિષ્ય, તાસશિષ્ય ઉદ્યોતનનામ શાસન અંબર ઉદ્યોતન ધામ. ૩૮ તાસ શિષ્ય ચોરાસી થાય, મોટો શાસન ઉદ્યોત ગવાય, નવસો પંચાણું વિક્રમ વર્ષ, જૈન શાસન ફેલાયો હર્ષ. ૩૯
૩૬
દુહા : તાસ શિષ્ય બે સૂરિવરા, સર્વદેવ-વર્ધમાન, જિનશાસન ગગનાંગણે, ચંદ્ર-સૂરજ ઉપમાન. શ્રીદેવસૂરિ તસ્સ ગણધરા, સર્વદેવ તસ્ય શિષ્ય, રત્નત્રયીરત્નાકરા, ગુણગણવવા વીશ.
૪૦
૪૧
ચોપાઈ : ઓગણચાલીશમા સૂરિરાય, યશેાભદ્ર, નેમિચંદ્ર થાય, જાસગુણા સુરાસુરગાય, સંયમ પાળીને સ્વર્ગ સધાય, ૪૨ ચાલીશમા મુનિચંદ્ર વખાણું, મોટા ત્યાગી તપસ્વી જાણુ, સર્વ વૈરાગી શિરદાર, જાવજીવ વિગય પરિહાર. ૪૩ થયા એકતાલીશમા પટધાર, અજિતદેવ ગુણોભંડાર, વિજય સિંહસૂરીશ્વરરાય. બેતાલીશ પટોધર થાય. ૪૪ તાસપાટ ઉદય ગિરિભાણ, સોમપ્રભસૂરિ ગુણખાણ, બીજા મણિ રત્નસૂરિરાય, રાજારાણા નમે જસ પાય. ૪૫
૪૬
૪૭ ૪૮
૪૯
૫૦
૫૧
પર
૫૩
૫૪
૫
૫૬
૫૭
ચઢ
દુહા : જગતચંદ્ર સૂરિરાજવી, મહાત્યાગી તપવાન, સાડાબાર વર્ષાં લગે, તપ આંબીલ વર્ધમાન, મહાજ્ઞાની મુનિવર પ્રભુ, મહાપ્રભાવક થાય, ક્ષમાપતિ, લક્ષ્મીપતિ, અનેક સેવે પાય. તપગચ્છ નામ તિહાં થયું, સર્વગચ્છ શિરદાર, ક્રિયા ઉદ્ધાર કરાવીને, વર્તાવ્યો જયકાર. તે કાળે જિનશાસને, ચોરાશી ગચ્છ થાય, જ્ઞાન—ક્રિયા તપત્યાગમાં, તપગચ્છ મુખ્ય ગણાય. પીસ્તાલીશમા પાટવી, દેવેન્દ્રસૂરિરાય, કર્મગ્રન્થ ત્રણ ભાષ્યના, સૂત્રધાર કહેવાય. બીજા બહુ ગ્રન્થો રચી મહાઉપકારી થાય, વિક્રમ તેર સત્તાવીશે સૂરિવર સ્વર્ગ સધાય. છેતાલીશમા પાટવી, ધર્મઘાષ સૂરિસ્વામ, અનેક મંગલવિસ્તરે, જો સ્મરીયે તસ નામ, વિગઈ બધી રસ–કસ બધા, જાવજીવ પરિહાર, કેવળ એક યુગંધરી અશન ફકત આધાર. સુડતાલીશમા પાટવી, સોમપ્રભ સૂરિરાય, તાસ પટાંબર ચંદ્રમા, સામતિલક સૂરિ થાય. દેવસુન્દર તસ પટધરૂ, મુનિગણના રખવાળ, સેામસુન્દર પચ્ચાસમા, સર્વ સંઘ પ્રતિપાળ, એકાવનમા પાટવી, મુનિસુન્દરસૂરિ થાય, સંઘશાન્તિકારણ રચ્યું, સ્તોત્ર ઘણા આમ્નાય. વૈરાગી મુનિવર્ગને, અધ્યાતમ કરનાર, રચી અધ્યાત્મ શાસ્ત્રને, ઘણા કર્યો ઉપકાર. તાસ પટાંબર અર્યમા, રત્નશેખરસૂરિ થાય, શ્રાદ્ધવિધિ મહાગ્રન્થના, સૂત્રધાર કહેવાય. ચોપાઈ : લક્ષ્મી-સુમતિસાગર સૂરિરાય, તેપન્ન ચઉપન્ન પટાધર થાય, હેમવિમલ સૂરીશ્વરરાય, નિત્ય ઉઠી નમું તસ પાય. નમું છપ્પનમા સૂરિસ્વામ. આનંદવિમલ આનંદનું નામ, છઠભકત સદા તપકાર, બીજા ગુણ તણા નહીંપાર ૬૦ મુખબંધા મૂર્તિ ના વિરોધી, ગુરુવચને થયા સુલભબાધી, જૈનચૈત્યો ને મૂર્તિ ભરાવે, ગુરુક્રિયા ઉદ્ધાર કરાવે. ૬૧ તાસપાટ પટોધરરાય, વિજ્યદાન સૂરીશ્વર થાય, વિજય હીરસૂરિ તસ શિષ્ય પ્રતિબોધ પામ્યો સાહી ઈશ. ૬૨ માસ અમારી પલાવું, ક્રોડો જીવાને મરતા બચાવે, સુબા, રાવ, રાણા વશ થાય, સૂરિ મોટા
૫૯
પ્રભાવક થાય. ૬૩