________________
ગ્રન્થકારપ્રશસ્તિ યાને ગુરૂપરંપરા
ગોપાઈની દેશી
શાસનનાયક જિનેશ્વરવીર. ભવ્યજીવ ભદધિતીર, ગુણરત્ન સાગર ગંભીર ભૂરિ ભાવ નમાવું શિર. ૧ સુરાસુરનરેશ્વરરાય. નિત્યસેવે જેહના પાય, ધ્યાન જાપથી પાપ પલાય, વંદું વીર જિનેશ્વરરાય. . ૨ પ્રભુશિષ્યો ગણધર અગ્યાર, બીજા શિષ્યો ચૌદ હજાર, પંચમકાળ શાસન રખવાળ, પંચમ સુધર્મા ગણધાર ૩ પંચમકાળના સૌ અણગાર. સૂરિ–વાચક–મુનિ પરિવાર. શ્રમણી શ્રાવક શ્રાવિકા સંઘ. સુધર્મસ્વામી પરંપરા અંગ. ૪ તાસશિષ્ય જંબુ બ્રહ્મચારી. જેણે પરણી તજી આઠ નારી. કંચન કામિની રાગ નિવારી, કેવલ પામી વર્યા શિવનારી ૫ ચોરી ત્યાગી થયા અણગાર. સાથે પાંચસો મુનિ પરિવાર. પ્રભવસ્વામી ત્રીજા પટધાર, શ્રુતકેવલી પૂરવ ચૌદધાર. ૬ સ્વયંભવ ચોથા પધાર. મનકપુત્રને કીધો ઉદ્ધાર. પંચમસૂરિ યશોભદ્ર નામ, નિત્ય ઉઠી નમું શિરનામ. ૭ સંભૂતિવિજય છઠ્ઠા સૂરિરાય, ભદ્રબાહુ બીજા ગુરુ ભાય, સૂત્ર અર્થ તદુભય સાર, ચૌદપૂરવ જાણે વિસ્તાર. ૮ કેવલજ્ઞાની પહેલા દોય, પાંચ ચૌદપૂરવધર હેય, સપ્તમ સ્થૂલભદ્ર સૂરિસ્વામ, વેશ્યાવાસ રહ્યા વિશ્રામ. ૯ ચાર માસ વેશ્યા ઘર વસ્યા, ત્રણે યોગમાં નિર્મલ દશા, શીલકીતિ ત્રણલોક ગવાય, એવા કોઈ થયા નહિ થાય. ૧૦ કાલચક્ર બેતાલીશ જામ, સ્થૂલ ભદ્રનું રહેશે નામ. શીલવ્રતધર જગમાં જે થયા, સ્થૂલભદ્ર સૌ પહેલા કહ્યા. ૧૧ પટ્ટધર તાસ થયા ગુણધામ, મહાગિરિ-સુહસ્તિનામ, જિનકલ્પની તુલના કરે, બીજા ગચ્છાધારી વિચરે. ૧૨ મહાભયંકર પડે દુષ્કાળ, ભટકે ઘરઘર બહુ કંગાલ, ક્ષુધાતુર ભીખારી એક, દ્રવ્ય દીક્ષાને ભાવવિવેક. ૧૩ સાધુવેશ, અશન બહુમાન, અનુમોદન ને ધર્મનું ધ્યાન, મરણ પામીને સંપ્રતિરાય, ગુરૂદેવને વાંદવા જાય. ૧૪ જાતિસ્મરણ ગતભવ જ્ઞાન, ગુરૂ ઉપર પ્રકટયું બહુમાન, મુજ રાંકને કીધો રાય, તે બદલ શી રીતે વળાય ૧૫ જૈનચૈત્યો પ્રતિમા ભરાવે, દાનશાળાઓ ખૂબ કરાવે, દુ:ખી રાંકોના દુ:ખ નશાવે, જૈનશાસન ખૂબ ફેલાવે. ૧૬ નવમા પટધર દોય વખાણું, સૂરિ સુસ્થિત-સુપ્રતિબુદ્ધ જાણું, કીધો સૂરિમંત્ર કોટિ જાપ, ઢીલાં પડ્યાં અઢારે પાપ. ૧૭ દશમા ઈન્દ્રદિન સૂરિરાય, દિન્નસૂરિ અગ્યારમા થાય, સિંહસૂરિ થયા તસ્સ શિષ્ય, જાતિસ્મરણવાન જગીશ. ૧૮ વજસ્વામી પટોધર તાસ, દિક્ષા લીધી પિતાની પાસ. માતા સુનંદાદેવીનાનંદ તોડ્યા રુકમણિબાળાના ઇદ ૧૯ સંસાર મહેલના દોય આધાર, એકલક્ષ્મીને બીજીનાર. વજસ્વામી તોડે તસપાશ, મેહરાય હારી થયો દાસ કોડિ સુવર્ણ ધન ભંડાર, દેવી જેવી રૂપાળી બાળ, શાક્તરસ વૈરાગ્ય રસાલ, મેહસૈન્ય થયું વિસરાલ. ૨૧
વાસ્વામી પટોધર રાય, વજસેન સૂરિવર થાય, કુંકણ દેશ એપારક જાય, લાખ સોનૈયે ધાન્ય વેચાય.. દહા: જિનદત્તસેઠ તિહાંવસે, ઈશ્વરી દેવીનાર, ચન્દ્ર-નાગેન્દ્રનિવૃત્તિ વિદ્યાધર સુતચાર.
વજસેન ગુરુ મુખ થકી, સાંભળી ગુરૂ સંદેશ, પામી ભવ નિર્વેદને, પામ્યા મુનિવર વેશ.
શ્રાવક ને વળી શ્રાવિકા, સાથે પુત્રો ચાર, દીક્ષા-શિક્ષા પામીને, થયા મહાવ્રત ધાર. ચોપાઈ , વિક્રમરાય સંવત્સર થાય, એકસો ચૌદ વર્ષો જબ જાય, ગુરુદેવને પામી પસાય. ચારે મહાપ્રભાવક થાય. ૨૬
થયા પન્નરમા પટધાર, ચાર શાખા પામે વિસ્તાર, ચન્દ્ર આદિ કુલ કહેવાય, મોટા સૂરિ હજારો થાય. ૨૭ સામંતભદ્ર પટોધર તાસ, વૃદ્ધદેવ પટોધર જાસ, પ્રદ્યોતન પ્રદ્યોતન ધામ, અઢારમા પટોધર નામ. ૨૮ હવે ઓગણીશમા માનદેવ, દેવ દેવી કરે જસ સેવ, વિગયષક રસ કરે ત્યાગ, ભકત વર્ગથી તોડયો રાગ. ૨૯
જ્યા-વિજયા અજિતા નામ, અપરાજિતા સમકિતનું ધામ, ચારે દેવી વસે ગુરૂ પાસ, ગુરુચિત્ત ન રાગને વાસ. ૩૦ માનતુંગ મેટા સૂરિરાય, તાસપાટ, પટોધર થાય, મોટા રાજા વિદ્યાધનવાન, મોટું આપે ગુરુ બહુ માન. ૩૧