SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન કાળમાં શરૂ થયેલા પ્રમાદની વાનકી. આપણું આ જીવે અનંતીવાર ચારિત્રે લઈને, કેવળ પ્રમાદને પરવશ બનીને, ભગવાન વીતરાગદેવોની રત્નત્રયીને, બગાડી નાખી. મલીન બનાવી, મોક્ષગતિ કે વૈમાનિક દેવગતિને આપનારી રત્નત્રયીને, પ્રમાદરૂપ ગળીના રંગથી કાળી બનાવીને, જીવડો ચાર ગતિ સંસારમાં અનંતીવાર ખવાઈ ગયે. એટલે કારણ વગરના જ દોષોથી દુર્ગતિમાં જવું પડે છે. અમારા સાધુ જીતનમાં વિના કારણે લાગનારા દે. ઇર્યાસમિતિ સચવાતી નથી, દિવસે મુંજવા પ્રમાર્જવા માટે જ રજોહરણ હેવા છતાં, પંજવા પ્રમાજવામાં ઉપયોગ રખાતો નથી, રાત્રિમાં દંડાસણ વિના પગલું મુકાય નહીં. વિના કારણે, પોતાના સ્થાનથી બીન દંડાસણથી જમીન ડું જાય, ત્યાં જ પગલું મુકાય, આજકાલ કેટલાક અમે દંડાસર રાખતા નથી. હોય તો જમીનને સ્પર્શ થતો નથી. પાત્રા, ઘડા, સ્થાળ આદિની પ્રમાજના થતી નથી, ચાલતાં વાત થાય છે. ભાષા સમિતિ લગભગ ઉઘાડે મુખે જ બોલાય છે. વ્યાખ્યાને ભાષણ વીસ કલાકને વહેવાર, કે પ્રતિકમણાદિ ક્રિયાઓમાં, સૂત્રે બેલતાં, મુહપત્તિ મુખની જોડાજોડ હેવી જોઈએ એવું સંપૂર્ણ ધ્યાન સચવાતું નથી. પચ્ચખાણ અને વાર્તાલાપ માટે અંકુશ જ નથી. એષણા સમિતિ પાણીને ન માપી શકાય તેટલે દેષ લાગે છે. ગ્રહસ્થાના ઘેરથી પાણી વહેરાય તે ઓછા દેષ લાગે તેની જગ્યાએ જીવદયાના દુશમન, અજૈન નોકરો દ્વારા ઉકાળેલું, ભાજન તપાસવા, પુંજવા, ગળવાનો, ઉપયોગ પ્રાય હેય જ નહીં તેવું, પાણી વહેરાય છે. અને જરા પણ પ્રયાસ વગરનું પાણી મળતું હોવાથી, કાપ કાઢવાનો રિવાજ લગભગ ગૃહસ્થના જેવો બની ગયો છે. વળી વ્યાખ્યાનાદિકના કારણે, મેળવેલી મોટાઈના પ્રતાપે, મુનિપણામાં નોકર રાખવાના રીવાજો શરૂ થયા છે. નેકરે પાણી લઈ આવે, નોકરે જ કાપ કાઢે, નોકરો કાપનું પાણી રેડી નાખે, ફેકી દે, (પરઠ તે મુનિ કહેવાય) નેકરો પગચંપી કરે, લાવવા મુકવાનું કામ કરે કરી આપે. આવાં બધાં પડવાઈપણનાં કારણે સરૂ થયાં છે. પ્રશ્નઃ આ તે ભક્ત વર્ગને ભક્તિને લાભ મળે છે ને? ઉત્તર : આચાર્ય ભગવંત હીરસૂરીશ્વરજી મહારાજને અકબર બાદશાહ, અને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy