________________
૫૯૭
લોહખુરાએ પોતાના પુત્રને આપેલી શિખામણ તમારી વાત બીલકુલ સાચી છે. હવે આપે ફરમાવે મારે આજ પછી શું કરવાનું છે? લેહાપુરે કહે છે. વહાલા પુત્ર? પિતાના ભક્ત? તારો વિનયવાળે, કર્તવ્ય પરાયણ ઉત્તર સાંભળી મને આનંદ થાય છે. હવે તું મને વચન આપ કે મારે, મારી જીંદગીમાં ક્યારે પણ, મહાવીરસ્વામીના વચને સાંભળવા નહી. ન સંભળાઈ જાય તેવી સાવધાનતા રાખવી.
આત્માનું તદન સત્યાનાશ કરનારી પણ, બાપની વાત છોકરાને ગમી ગઈ. અને બેહાથ જોડીને, બાપને ઉપકાર માનવા લાગ્યો. મા બાપ સીવાય અગર ઉપકારી સીવાય, આવી શિખામણ કણ આપે ? એમ નિશ્ચય કરીને, બાપને વચન આપ્યું કે, ગમેતે ભેગે, હું મહાવીરસ્વામીને ઉપદેશ નહી સાંભળું.
શિખામણ આપીને, પુત્ર માટે ભલું કર્યાનો સંતોષ અનુભવીને, મહાનિર્ભાગી લેહખુરો ચોર મરણ પામ્યો, અને પિતાને આપેલા વચનનું અક્ષરશઃ પાલન કરે. પિતાની શિખામણને પ્રભુની આજ્ઞા જેવી પાલ, છોકરે રેહિણ, પિતાના ચેરીના ધંધામાં ખૂબ જ નિષ્ણુત થયે.
રેહિણીયાએ તેના પિતાની બધી શિખામણ ધ્યાનમાં રાખી હતી, પાપાનુબંધિ પુણયની સહાયથી. રોહિણીયાની બુદ્ધિના બાર પડતા હતા તે. ખૂબ વિચારો ગોઠવીને પાંચ-દશ દિવસે એક ચેરી કરતા હતા. તેમાં હજારોની મીલ્કત મળી જતી. રાજા, પ્રધાને, ચોકીયાત, કેટવાળ કોઈ ફાવતું નહિ, ચોરી પકડાતી નહીં. આવું તેનું જીવન વર્ષો સુધી ચાલ્યું.
એક વાર રોહિણી યાને રસ્તે ચાલતાં, પ્રભુ શ્રી મહાવીર સ્વામીના સમવરણના સમાચાર મલ્યા. રસ્તાના અભાવે, તેને સમવરણની ખૂબ નજીકમાં ચાલવું પડયું અને જોરદાર કટ લાગી ગયો. “પિતા શત્રુ અને કાં મિત્ર” તેથી એક ગાથા સંભળાઈ ગઈ. ભગવાનની વાણી ન સાંભળવાની તકેદારી માટે કાનમાં આંગળી રાખેલી. કાંટ લાગતાં નીકળી ગઈ ભવિતવ્યતા બલિયસી ગાથા કાનમાં થઈને બુદ્ધિમાં પેસી ગઈ,
“જિનવરશાસન નય, હિતકર શત્રુ સમાન, આભવ સારો રાખવા, આપે કુબુદ્ધિ દાન.” “માત-પિતાને બાંધવા, આ ભવ સુખ જોનાર,
વાણી જિનેવર દેવની, ભવ ભવ સુખ દેનાર.” ગાથા નિમિત્તા, માતા, જુવાનપીટા,
चउरंगुलेण भूमिं न च्छिवन्ति. सुरा जिणा बिन्ति ॥ १॥
અર્થ : દેવેને ઓળખવાની, ચાર નિસાનીઓ આ ગાળામાં સૂચવાઈ છે. દેવની આંખ મિચાતી નથી. દેવો મનમાં ચિંતવેલું કામ નિમેષ માત્રમાં કરી શકે છે. દેવની