SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણુસાઇ ૩. તથા ગુજરાતમાં પાટણ પાસે ચારૂપગામે, હાલ વિદ્યમાન પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા ઘણી પ્રાચીન છે. તેના જૈન ઇતિહાસકારાના એ અભિપ્રાય છે. એકમતે ગઈ ચાવીસીના સેાળમા નમિનાથસ્વામીના, બાવીસાને ખાવીશમા વર્ષોમાં અન્યાનું વર્ણન છે. બીજા અભિપ્રાય મુજબ એકવીસમા નેમિનાથસ્વામી લેવાય તે પણ પાંચલાખ અને ચારાસીહજાર વર્ષ થયાં ગણાય. ૪. તથા સેરીસાપાર્શ્વનાથની પ્રતિમા પણ લાખા વર્ષની પ્રાચીન છે. ૫. તથા જામનગરના નેમનાથસ્વામી પણ, અલભદ્રમહારાજના ઘરદેરાસરની જીવિત સ્વામીની પ્રતિમા છે. પટે ૬. લાધિ ( મારવાડ ) પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા પ્રાચીન છે. ૭. અષ્ટાપદતીર્થ ઉપર ભરતમહારાજનુ કરાવેલુ, જૈનમંદિર હાલ પણ વિદ્યમાન છે. તેને થયાને આજે એક કાટાકાટ સાગરોપમ કાળ થયા છે. ઋષભદેવસ્વામી અને મહાવીરસ્વામીનું આંતર જેટલા કાળ જાણવા. તેના શાસ્ત્રિય પાઠ પણ વાંચા, कम्मा परिणामरम्मा, सद्धत्वधम्मा सुगुणेहिं पुण्णा । चारि अट्ठा दस दुशिंदेवा, अठ्ठावये ताइ जिणाइ वंदे ॥ १ ॥ અર્થ : આઠ કના નાશ કરનારા, આત્મપરિણામમાં મણ કરનારા, આત્મસ્વરૂપને પામેલા, સ`ગુણૈાથી પૂર્ણ થયેલા. ચાર, આઠ, દસ અને બે એ પ્રમાણે શ્રીઅષ્ટાપદ તીર્થ ઉપર બિરાજમાન ચઉવ્વીસ જિનેશ્વરાને, હું વંદન કરું છું. પ્રશ્ન : ઉપર ચાર, આઠ, દશ, અને બે, આંકડા લખવાના ભાવાર્થ શું છે ? ઉત્તર : અષ્ટાપદપંત ખત્રીશકેાશના ઊંચા છે. તેની ઉપર ભરતમહારાજાએ એઠેલા સિંહના આકારવાળા પ્રાસાદ કરાવ્યેા છે. તેને ચાર દિશા ચાર ખારણા છે. ચાખ’ડી વેદિકા બનાવી છે. ત્રીજાથી છઠા સુધી, ચાર પ્રભુજીને, દક્ષિણમાં બેસાડ્યા છે. તથા સાતથી ચૌદ સુધી આઠ, પશ્ચિમમુખે બેસાડ્યા છે. પંદરથી ચાવીસ સુધી દશ ઉત્તરમાં, અને પહેલા બીજા એ પ્રભુજી પૂર્વમાં બિરાજમાન કર્યાં છે. બધા પ્રભુજી પોતપાતાના દેહપ્રમાણ બનાવ્યા છે. બધા પ્રભુજીની નાશિકા સમશ્રેણિએ છે. એઠક નીચી–ઉંચી છે. દેરાસર તદ્નન સુવર્ણનુ છે. પ્રતિમા બધી રત્નમય છે. પ્રશ્ન : આ કાળમાં કેાઈ અષ્ટાપદ ગયુ` હશે ? જઈ શકાય છે ? ઉત્તર : ગૌતમસ્વામી ગયા હતા. જુએ શાસ્ત્રપાઠ " अष्टापदाद्रौ गगने स्वशक्त्या ययौ जिनानां पदवन्दनाय "
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy