SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ ગિરનાર તીર્થના મલપ્રતિમાજીને પ્રાચીન ઈતિહાસ ૫૬૯ ગઈ ચોવીસીના ત્રીજા જિનેશ્વરદેવ સાગરદેવસ્વામીના તીર્થમાં. ઉજજયિની નગરીમાં, નરવાહનનામે રાજા થયે હતે. એકદા સાગરદેવજિનેશ્વર ઉજજયિની નગરીના પરિસરમાં સમવસર્યા હતા. નરવાહન રાજા વંદન કરવા ગયા દેશના સાંભળી પ્રભુજી ને પ્રશ્ન પૂછો પ્રભુજી? મારે મેક્ષ કયારે થશે? પ્રભુજીનો. ઉત્તર : આવતી ચોવીસીમા બાવીસમા જિનેશ્વરદેવ નેમનાથસ્વામીના તીર્થમાં, તમે પ્રભુજી પાસે દીક્ષા લઈ વરદત્ત નામના ગણધર થઈ આઠકર્મ ક્ષય કરી, કેવલી થઈ મોક્ષમાં જશે, નરવાહનરાજાએ, પ્રભુજીની દેશના સાંભળી, પ્રભુ પાસે જ દીક્ષા લીધી, શુદ્ધ આરાધી, બ્રહ્મદેવલોકમાં ૧૦ સાગરાયુ ઈન્દ્ર થયા, અવધિજ્ઞાનથી ગયા જન્મમાં, પ્રભુ પાસે જાણેલી વાત યાદ આવી, તેથી વજામયીમાટી વડે, શ્રીનેમનાથસ્વામીની પ્રતિમા બનાવી, પિતાના વિમાનમાં રાખી, ૧૦ સાગરોપમ સુધી પૂજા કરી. ખુબ આરાધના કરી સમ્યકત્વ નિર્મલ બનાવ્યું. અને જ્યારે પિતાને અવનકાળ નજીક છે. એમ સમજાયું ત્યારે, ઈન્દ્ર મહારાજા ગિરનાર પર્વત ઉપર આવ્યા. પર્વતના તમામ પ્રદેશે તપાસીને, ઘણે રળીયામણ વિભાગ જોઈને, પર્વતની ઉંડાણમાં, લાંબી પહોળી, અને સુરમ્ય, તથા તદ્દન સુવર્ણની દિવાલવાળી, એક કાંચનબલાહક નામની ગુફા બનાવી. જેની મધ્યમાં રતનમયદિકા બનાવીને, લાઓસંખ્ય દેવદેવીઓની હાજરીમાં, પ્રભુજીને પધરાવ્યા. પછી તે દેવદેવીઓ અને વિદ્યાધરે માટે કાયમનું મહાચમત્કારી તીર્થ બની ગયું. અને એકધારું વિશ કટાકેટિસાગરેમ સુધી, ચારેનિકાયના દેવદેવીઓ વડે. કાંચનબલાહક તીર્થ પૂજાયું. યાવત આ અવસર્પિણીકાળના બાવીશમાં જિનેશ્વરદેવનાં પાંચે કલ્યાણક પણ થઈ ગયાં. પ્રશ્ન : પછી આ નેમાનાથ સ્વામીની પ્રતિમા ભરાવનાર ઈન્દ્રમહારાજ કયાં ઉત્પન્ન થયા. અને જ્યારે મેક્ષમાં ગયા? ઉત્તર ઃ ઈન્દ્ર મહારાજ ત્યાંથી ચ્યવને અવાંતરભવમાં મનુષ્ય થયા છે. અને પછીતે પ્રાણીમાત્રને ભવસ્થિતિ પરિપાક થવાની અપેક્ષાયે અલ્પકાળ હોયતે પંચેન્દ્રિયનાજ ભો થાય છે. ઘણકાળ હાયતા મરિચિનીમાફક એકેન્દ્રિયાદિકમાં પણ જવું પડે છે તેન્યાયથી, ઈન્દ્ર મહારાજને આત્મા વશ કટાકેટિ સાગરેપમકાળ, સંસારમાં રખડીને, નેમનાથસ્વામીના સમકાલે મહાપાલિદેશમાં, ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં રાજા થયા.. એકવાર કેવલી ભગવાન નેમનાથસ્વામી પધાર્યા. રાજા વંદન કરવા ગયે. દેશના ૨
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy