SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હોય, હેય-ઉપાદેય, પદાર્થોનું ભાન થયું હોય, તે પણ અનંતકાળની કામ–ભેગોની તૃષ્ણા, બિચારી બાળાઓનું જીવન પરવશ બનાવે છે. જિનમતી બાળામાં વિવેક હતું. વિનયનમ્રતા હતી. વડીલો અને પતિ પ્રત્યે ખૂબ પૂજ્ય ભાવ હતો. આજુબાજુના સાસરીઆસગાઓ પ્રત્યે, પણ વિવેક, વિનયમાં ન્યૂનતા હતી નહીં, તે પણ ધર્મ દ્વેષ, આવા આત્માઓના સુખસંસારમાં, વનના દાવાનળ જેવું કામ કરવા તત્પર થાય છે. “ભાઈ-ભાઈ ઈર્ષા કરે, દેર-જેઠની નાર . શે માં છ ઘણી, ઈર્ષા પૈસાદાર.” ૧ ઈર્ષા પુષ્કળ શ્વાનમાં, ઉક્ષા મહષની' જાતા ગજ-વાનર ઇર્ષા થકી નાશ કરે નિજાત ? ૨ “ જાત જવાસાની જુઓ, ઇર્ષાનો અવતાર ઘનગરવ સાંભળી, સળગી જાય ગમાર ૩ “જુઓ ઘુવડની જાતને, ન ગમે સુરજ સંગ પેસે પર્વતકંદરે, ઊગે દેવ પતંગ ” ૪ “સાસુ ને સસરા વળી, નણંદના સમુદાયો વહુઅરના ગુણ સાંભળી, ચિત્તમાં સળગી જાય છે આ સઘળી ઈર્ષાથકી, ધર્મદ્રેષ મહાદુષ્ટા ઘર્મીને દુઃખ આપવા, રહે હમેશાં પુષ્ઠ 2 સતીસુભદ્રા શ્રાવિકા, જૈનધર્મ ઘરનાર પણ સાસુને નણદીઓ, ઇર્ષાને અવતાર ઘર્મષિ ચિત્તધારીને, આખું કુલટાઆળ સતી કમેટી જોઈને, નગર થયું ઉજમાળ ૮ બધી પળ ચંપાતણી સતી ઉઘાડી કીધા જિનશાસન પરભાવના, સતીએ ડંકા દીધ” ૯ " છે જિનમતીના સાસુ-સસરા અને ગામમાં જ પરણાવેલી, પ્રૌઢવયવાળી જિનમતીની નણંદ, અવારનવાર ભેગા થાય ત્યારે, જિનમતીના ખૂબ વખાણ કરતાં હતાં. પરંતુ વચમાં વચમાં, તેના ધર્માનુષ્ઠાનની સૂગ પણ હાજરી આપી જાય, ત્યારે બધા ગુણવર્ણને ઉપર પાછું ફરી જતું હતું. ગુણ મુખ્યત્વે દેશનાં વર્ણને અમુક દિવસ ચાલ્યા પછી, ગુણાદર નબળા પડવા લાગ્યો. દોષને આદર વધ્યો. . “સમકિતગુણ પ્રકટયા પછી, સઘળાદોષ દબાયા સિંહના એક જ નાદથી, પશુઓ ત્રાસી જાય - ૧ ગુણરાગી સમાપ્તિધરા ગુણ દેખે ત્યાં જાય ગુણ આદર ભૂલે નહીં, ગુણ તન્મય થઈ જાય” ૨ “મિથ્યાષ્ટિજીવને સંસારે બહુરાગાદેવ-ગુરુને ઘર્મમાં પરંપરા અનુવાદ (ગતાનુગતિકતા) ૩ “મિયાદષ્ટી છવડા, ધર્મ કરે બહુપેરાપ્રાય અંધપરંપરા રહે ઘેરનાઘેર(ધર્મનું ફલ પામે નહીં) ૪ “મિથ્યાષ્ટિજીવને, નહી પરમારથ જ્ઞાન : અા દરે અંધને, એવાં તસ અનુષ્ઠાન. ૫ છે. પછી તે જિનમતીના વિનય, નમ્રતા, લજજા, શિલાદિ ગુણે ભૂલાવા લાગ્યા, ફક્ત તેણી જેનધર્મ કેમ કરે છે? તેનાં પુસ્તક કેમ વાંચે છે ? તેના બાપના ધર્મના સ્થાનકમાં કેમ જાય છે? તેના દેવની પૂજા કેમ કરે છે? આપણા ગુરુઓને હાથ કેમ જોડતી નથી ?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy