SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ જિનેશ્વદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ નોકર હતું. તે સ્વભાવે ખૂબ સારે હતે. ખેડૂત દંપતીને અજોડ ભક્ત વિનીત, અને સ્નેહાળ હતો. તે જ પ્રમાણે ક્ષેમંકર અને સત્યશ્રી પણ, તેને પુત્રની પેઠે સાચવતાં હતાં. ત્રણેનું પરસ્પર સ્નેહપૂર્ણ જીવન હતું. એકવાર ચંડસેને, પિતાની જોડેના, પાડોસીના ક્ષેત્રમાં, કઈ મુસાફરને ધાન્યનાં કણસલાં લેતાં જે હતે. તે પ્રમાણે ક્ષેત્રના માલિકે પણ મુસાફરને કણસલાં લેતાં જે. છતાં તેણે, પિતાની ઉદારતાથી મુસાફરને ટેક્યો નહીં. પરંતુ ચંડસેને વિના સ્વાર્થ મુસાફરને ધમકાવ્યો. અને વધારામાં, એમ પણ કહ્યું કે, આ ચોરને પકડ-બંધ અને આ મેટા ઝાડ નીચે ઊધો લટકાવે. આવું અનર્થની પરંપરા વધારનારું ઘણું બેલી નાખ્યું છે. આવું સાંભળીને મુસાફરને ખૂબ ખરાબ લાગ્યું. તેને વિચારો આવ્યા , જેનું ક્ષેત્ર છે, તે નજરે દેખવા છતાં, બોલતા નથી. અને આ પાપાત્મા મને ભાંડે છે. અહીં આ માણસની વિના કારણે દુષ્ટતા ! આવા વિચારોથી, તેને મિત્રાનંદના જીવ ચંડસેન ઉપર વૈર બંધાયું. મુસાફર ત્યાંથી ચાલ્યો ગયો. અને ચંડસેનને અવશ્ય ભોગ્ય કર્મ બંધાઈ ગયું. | મુસાફર કેટલાક ભ ભટકી, અકામ નિર્જરા યેગથી, વ્યંતર દેવ થયે, અને તેણે જ શબના શરીરમાં પ્રવેશ કરીને, તમારી અડલિકાની રમતમાં, અડલિકા, શબના મુખમાં પેસી ગઈ ત્યારે, મિત્રાનંદ ખડખડાટ હસી પડ્યો, તેના ઉત્તર રૂપે “આ પ્રમાણે જ, આ જગ્યાએ જ, તારા લટકતા મડદાના મુખમાં, મેઈ પિસશે ઈત્યાદિ કહ્યું હતું. મનથી–વચનથી કે કાયાથી, કરેલાં પાપ, અવશ્ય જોગવવાં પડે છે. પ્રશ્ન : માત્ર બોલવા માત્રથી પાપ બંધાતાં હોય? તે માણસ હજાર વાર ગમે તેવું બોલી નાખે છે, તે શું બધાં પાપ બંધાતાં હશે? ઉત્તર : આપણે અહીં કોઈને ગાળ આપીએ તે, તે મનુષ્યને બેટું લાગે કે નહીં? સામે મનુષ્ય આપણા થકી અધિક હોય તે, વળતી ગાળ કે માર આપીને, બદલે વાળે કે નહીં ? ગરીબ હોય તો, તેના ચિત્તને દુઃખ લાગે છે કે નહીં? ફરિયાદ કરે રાજા દંડે કે નહીં? આ બધા સાક્ષાત ગુનાનાં ફળ ભેગવવાં પડે છે. તે પછી સામાને ન ગમે તેવાં, બોલાયેલાં વાક્યો; પછી તે કેધથી, હાસ્યથી, તિરસ્કારથી, ગર્વથી કે લોભથી, બેલનારને અવશ્ય ચિકણાં કર્મબંધનું કારણે થાય તેમાં આશ્ચર્ય શું ? અહિં માત્ર વાકયની કડવાસથી, તમને રાજારાણીને પણ બંધાયેલાં કર્મ સાક્ષી પૂરે છે. જુઓ, ગયા જન્મમાં પોતાની પુત્રવધૂ જમતી હતી, ત્યારે તેણીને, આહારને ટુકડે અથવા કવળ. ગળે અટકી રહેવાથી, જરા વાર તેણીને ગભરામણ આવી ગઈ, ત્યારે સાસુજીએ તેણીને કહ્યું કે, રાક્ષસીનિ પેઠે મોટા મોટા કવળ કેમ ખાય છે? સાસુના કડવાં વચન સાંભળી તેણીને ઘણું દુઃખ લાગ્યું, અને સાસુને ચિકણાં કર્મ બંધાયાં, તેથી રંન્નમંજરીને રાક્ષસીનું કલંક આવ્યું.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy