SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આચરણમાં, કયારે પણ કશી ન્યૂનતા આવતી નહતી. સતી–સાધ્વી-શ્રાવિકાઓ માટેની ફરે સમજવા યોગ્ય છેઃ अभ्युत्थानमुपागते गृहपतौ तद्भाषणे नम्रता,। तत्पादार्पितदृष्टिरासनविधीतस्योपचर्या स्वयं । सुप्ते तत्रशयीत तत् प्रथमतो जह्याच्च शयामिति, । प्राच्यैः-पुत्रि? निवेदिता : कुलवधूसिध्धान्तधर्मा अमी ॥ १॥ અર્થ : પિતાજી-પુત્રીને શિખામણ આપતાં જણાવે છે કે, હે પુત્રી ! કુલવતી પુત્રવધૂઓએ, સાસરે જઈને, પિતાની ફરજે બરાબર ધ્યાનમાં રાખવી, અને અમલમાં મૂકવી અનિવાર્ય છે, જ્યારે પોતાના સ્વામી, અને તેમના પણ વડીલે, ઘરમાં પધારે ત્યારે એકદમ ઊભા થઈ જવું, અને તેઓ કાંઈ ફરમાવતા હોય, ત્યારે દત્તચિત્ત બની, નમ્રતાથી સાંભળવું. તે વડીલેનાં ચરણોમાં દષ્ટિ ઢાળી રાખવી. તેમને બેસવા માટે તેમને યોગ્ય આસન મૂકવું–પાથરવું. તેમના માનમાં કરવા યોગ્ય બધું પિતે જાતે કરવું. પિતાના સ્વામી સૂઈ ગયા પછી સૂવું. તેઓ શા ઉપર ન બેઠા હોય, ત્યાં સુધી તેમની સામે નજીકમાં ઊભા રહેવું કે બેસવું. તેમના પહેલાં શમ્યાન ત્યાગ કરવો તથા ઉપલક્ષણથી તેમને પસંદ હોય તેવું તેમને જમવું હોય ત્યારે, ભેજન બનાવવું, જાતે પીરસવું, અને જમી રહ્યા પછી જમવું. તેમનાં વાક્યોના ઉત્તરમાં, છ ફરમાવે, બોલવું. સંબોધનમાં સ્વામીનાથ ! આર્યપુત્ર! વહાલા ! પ્રાણનાથ ! વિગેરે શબ્દો વાપરવા. તોછડાઈ, અધીરાઈ ગર્વને આંશિક પણ દેખાવ ન કરો. પિતાના કુળને, પોતાનારૂપને, આવડગતને, સુસ્વરને અથવા અન્ય કઈ વસ્તુને ગર્વ ન લાવો ન દેખાડે. ધીમે સ્વરે બોલવું, ધીમે ચાલવું. આવા બધા સાસરામાં રહેલી સતી નારીઓના, ધર્મો કહ્યા છે. સતી “જિનમતી બાળા” આવું બધું અક્ષરશઃ સાચવતી હતી. સાથોસાથ ધર્મક્રિયાઓ જિનદર્શન, જિનપૂજા, સામાયિક પ્રતિક્રમણ, જૈનધર્મનાં પુસ્તકનું વાંચન પણ કરતી હતી. સાસુ-સસરા અને પિતે દંપતી (બે માણસ) ચાર જણ હેવાથી, કાર્યકુશળતાથી અને સ્ત્રીઓની ૬૪ કળાઓ પણ પામેલી હેવાથી, રઈ વગેરે બધાં જ ઘરનાં કાર્યો અતિ ત્વરાથી, વસ્તુનો બગાડ ન થાય તેવી સાચવણથી, વળી કઈ પણ ગૃહકાર્યમાં જીવદયા, જીવજયણા ખૂબ સચવાય, તેવી સાવધાનતાથી, જિનમતી કામ કાજ પતાવી લેતી હેવાથી, પિતાના બધા નિત્ય નિયમ સચવાતા હતા. જિનમતીનાં પુણ્ય જોરદાર હેવાથી, તેની બધી રીતભાત, બુદ્ધિધનને ખૂબ જ ગમતી હતી. ગમી ગઈ હતી, અવારનવાર જિનમતીએ પિયરથી લાવેલાં જૈનધર્મનાં પુસ્તકો પણ બુદ્ધિધન વાંચતે હતો. વચમાં વચમાં પ્રશ્નો પણ પૂછતો હતો. તેનું જિનમતી અતિ નમ્રભાવે વિવેચન કરી સમજાવતી હતી.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy