SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ # ૧/wwwwwwwwwww w www - જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ - આખી જિંદગી તેની બરબાદ ન થાય, તેની ખાતર પિતાજીએ, પિતાના ઘરના પ્રત્યેક બારસાખ ઉપર, શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાજી કેતરાવી હતી. અને પુત્રને વગર ઈચ્છાએ પણ, દિવસમાં સેંકડો વાર જિનેશ્વર દેવેની, આકૃતિનાં દર્શન થતાં હતાં. આ પ્રશ્ન : આવી રીતે ઘરના બારસાખ ઉપર જિનપ્રતિમા કરાવવાથી, સ્ત્રીઓ વગેરેની અપવિત્રતાથી, આશાતના થયા વગર કેમ રહે? . ઉત્તર : શ્રી જૈનશાસનમાં, ચૈત્યેના પાંચ પ્રકાર બતાવ્યા છે. શાતચૈત્ય ચારનિકાયદેમાં અને તિર્થાલેકનાં અસંખ્યાતાં અનાદિઅનંત શાશ્વતઐ જાણવાં. સાધારણચૈત્ય આખા ગામનું એક જિનાલય. નિશ્રાચૈત્ય એકગચ્છનું એક વ્યક્તિનું ચિત્ય. ભક્તિચૈત્ય ઘરદેરાસર વળી મંગલચૈત્ય બારસાખ ઉપરનું કતરેલું ચૈત્ય. આ પ્રશ્ન : અમારો પ્રશ્ન એ જ છે કે પ્રત્યેક બારશાખ ઉપર પ્રતિમા કરાવી શકાય છે. તો આજે કોઈ પિતાના કુટુંબને ધર્મના સંસ્કાર વધારવા, જિનેશ્વરદેવના ફોટા રાખે તો, આશાતના ખરી કે નહીં? ઉત્તર : બારશાખ ઉપર પ્રતિમા કેતરાવાય છે, અને તે સ્થિર છે. આવું પ્રત્યેક બારશાખ ઉપર પ્રતિમાજી ભગવાન કરવાનું વર્ણન, પ્રાચીન મથુરાનગરી વગેરેનું, ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. જ્યારે આજકાલની છબીઓ-ફટાઓ ચલ છે. એક સ્થાનથી તે બીજા સ્થાનાન્તર લઈ જવાય છે. બહુ અલ્પકાળમાં, ફાટી પણ જાય છે. પરંતુ મઢાવીને, જડાવીને, કંઈ પિતાના ઘરમાં જાહેર સ્થાન ઉપર, રાખે તે વધુ જણાતું નથી. પ્રતિમાજી, કેરેલી અને ચિતરેલી બરાબર જ લાગે છે. ફટાઓ તેવા હોવા જોઈએ કે, ઘણે કાળ સચવાઈ રહે. નાશ ન પામે. ઘણા ભેળા જી આશાતનાના નામે આરાધના ખેઈ બેસે છે. ફેટા પણ ઘણા ઊંચા રહે તે જ વધારે સારું છે. છે. શેઠને નાસ્તિક પુત્ર, આયુષ પૂર્ણ કરી, મરીને, લવણ સમુદ્રમાં મચ્છ થયે. કેટલાક કાળ પછી, તેણે સમુદ્રના વસવાટમાં, મચ્છીપણામાં, પ્રતિમાજીના આકારનો, એક મચ્છ જોયો. જોવાની સાથે-ઉહાપોહ-મનમાં સંક૯પ-વિક૯૫ થતાં, જાતિસ્મરણ જ્ઞાન થયું, અને પિતાને ગયે મનુષ્યભવ દેખાયો. અફસેસ ! ક્યાં મારે મનુષ્યભવ ! કેવું સુંદર આર્યકુળ! ધમાં માતા-પિતા, અહિંસામય મડાદ્રાઁનું આચરણ, કંપાના અવતાર, સમતાના સમદ્ર, વીતરાગદેવ અને આ સંસાર સમુદ્રને પાર પમાડનાર, આરાધક અને સુગુરુઓના સર્વકાલીન દર્શન-વંદનવ્યાખ્યાન–શ્રવણ આદિ સાધના ઢગ હતા, પરંતુ નિરભાગી, અધમ મારા આત્માએ, પિતાના વચનને આદર કર્યો જ નહીં. તેથી હું આ પાપની ખણસમા, પશુ અવતારમાં પટકાયો છું.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy