SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગની પ્રતિમાને વારંવાર જોવાથી, વીતરાગતાને અભ્યાસ થાય છે ૪૮૧ મુંઝાયેલે જણાતો હતે. તેવામાં તેને એ જ જંગલનો અનુભવી મનુષ્ય મળે. તેને પેલા મુસાફરે, પિતાની દુઃખની વાત જણાવી. ત્યારે અનુભવી મુસાફરે, દિલાસો આપી કહ્યું કે, આટલા જંગલમાં, ખાવા-પીવાની કશી વસ્તુ મળવી અશક્ય છે. પરંતુ આ જંગલમાં, ઘેડા આગળ ચાલશે તે, વનવાસી ગાયોનાં ટોળાં જોવા મળશે. તે ગાયે ઘણી જ ગરીબ હોય છે. માણસને જોઈ પાસે આવે છે. તેને પંપાળવાથી ખૂબ વાત્સલ્ય બતાવે છે. તેને સ્તને=આંચળે વળગી પડશે તે, પાંચ મિનિટમાં પેટ ભરાઈ જશે. ક્ષુધાતૃષા નાશ થશે. શરીરમાં શક્તિ અને બળ આવશે. મુસાફરને પ્રશ્નઃ મેં જિંદગીમાં ગાય કેવી હોય તે જોઈ જ નથી. માટે ગાયને ઓળખવાની નિશાની શું? અનુભવી ભાઈનો– ઉત્તર: ભાઈ, આ તમને નિશાની બતાવું, કહીને મુસાફરને નજીકના શિવજીના દેવાલયમાં લઈ ગયે. અને મહાદેવજીની સામે રાખેલે, મહાદેવજીનો પિઠીઓ. બતાવ્યું. અને કહ્યું કે આવા પગ, આવાં શિંગડાં, આવું ગલકંબલ, આવી ખૂધ, આવું શરીર, હોય તેને, તમારે સમજી લેવું કે, આ ગાય છે. માત્ર તેણીને પાછલા પગ પાસે ચાર આંચળ વધારે સમજવા. મુસાફરને પત્થરનો પોઠીઓ જેવાથી, ગાયને ઓળખવાના સંસ્કાર મળી ગયા. અને આગળ જતાં ગાય પણ જોવા મળી અને તેના કહેવા પ્રમાણે પંપાળ વગેરે કરવાથી, પગ નીચે બેસી આંચળમાંથી દૂધ મેળવી પોતાની સુધા–તૃષા-પરિશ્રમ-મટાડી મુસાફરીમાં સુખી થયો. ઉપનય જેમ અજાણ્યા જંગલમાં, પરદેશી ભટક્તા મુસાફરને, અનુભવી મનુષ્ય, ગાયની ઓળખાણ, અને ગાયને ઓળખવા, મહાદેવજીના પિઠીઆની ઓળખાણુ, બતાવવાથી, સાચી ગાયની, ઓળખાણ કરવામાં મદદ મળી. તેમ અહીં ગુરુ મહારાજના આગમ વ્યાખ્યાનો સાંભળી, શ્રી વીતરાગ દેવેની શાશ્વતી–અશાશ્વતી પ્રતિમાજીનાં, દર્શન-વંદનપૂજન કરનારાઓ, જન્માન્તરમાં સાચાં વીતરાગ દેનાં પણ દર્શનાદિ પામી શકે છે. અહીં જિનપ્રતિમાના દર્શનથી પામેલા આત્માની કથા લખાય છે. કેઈ એક નગરમાં, શ્રી વીતરાગ શાસન આરાધક, બાર વ્રતધારી, એક શ્રાવક રહેતા હતા. તેઓ બારે માસ સામાયિક-પ્રતિક્રમણ–પૌષધ-જિનપૂજા-વ્યાખ્યાન-શ્રવણ-અભયસુપાત્ર–અનુકંપાદાનમાં સર્વકાળ સાવધાન હતા. પરિવારમાં પણ ધર્મની આરાધના હતી. ફક્ત તેમને એકને એક પુત્ર, ધર્મથી વિમુખ હતું, પિતા અવારનવાર તેને વ્યાખ્યાન શ્રવણદિ માટે, પ્રેરણા કરતા હતા, પરંતુ તેને બધું કંટાળા જેવું લાગતું હતું.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy