SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ ઘરકરના અનાચારમાંથી પ્રકટલી ભયંકરતા પ્રશ્નઃ તે પછી સુભગા અને મધુકઠે નાસી જઈને, પિતાનું કાર્ય કેમ સાધી લીધું નહીં? ઉત્તર : સુભગાએ દંભ રચનાથી માતાપિતાને, અંધારામાં રાખીને, સતીના જેવો દેખાવ કરીને, માતાપિતાનું માન મેળવવા સાથે, કરેડાની મિલકત દાયજામાં મેળવી. અને આવી પ્રપંચ જાળથી મળેલી ધન સામગ્રી વડે પિતે, આખી જિંદગી સુખમય વિતાવી શકવાની ધારણા અમલમાં મુકાઈ હતી. હરિવરની પ્રેરણા અનુસાર, પ્રમાણે અને પડા થતા હતા. મુસાફરીમાં દશવીશ દિવસે વ્યતીત થયા. સાસરાના ગામથી કેટલેક માર્ગે ચાલ્યા પછી, એક મેટું જંગલ આવ્યું. જેમાં એક નદી પણ ચાલતી હતી. નદીનું જળ નિર્મળ અને મધુર હતું. તેથી રથના ઘોડા અને સૈનિકના માણસે-પશુઓને, તૃષા પરિશ્રમ મીટાવવાની ઇચ્છા થવાથી, હરિવરની આજ્ઞાથી પડાવ થયો અને તંબુઓ નંખાયા. સુભગાની ઈચ્છા પૂર્ણ થવાની અનુકૂળતા પણ સર્જાઈ ગઈ. વનકુંજે અને નદીના ઝરણુઓની રમતા જોઈ, સુભગા પતિને કહે છે, સ્વામીનાથ! આજે તો આપણે આવા સ્થાનમાં, છેડે વખત કીડા કરીએ. નદીજળમાં સ્નાન કરીએ. પુના બગીચાઓમાં પુષ્પો ચૂંટીને, શય્યા બનાવીએ, હારો અને ગજરા બનાવીએ, સુસ્વાદુ અને મધુર મનોરમ્ય ફળ વીણીએ. સુગંધી પુષ્પલતાના મંડપમાં ક્ષણવાર રતિક્રીડા કરીએ, જે આપની ઈચ્છા હોય તે. સૈનિકો પણ બિચારા હમણું વનમાં સુખે આરામ કરે. જેવી આપની ઈચછા ! સુભગાનાં પ્રત્યેક વચને હરિવરને કબૂલ હતાં. તેથી સુભગા અને મધુકંઠની ઇચ્છા મુજબ સૈનિકો અને પહેરેગીરે તથા અંગરક્ષકે, ઘણા દૂર દૂર પોતાની અનુકૂળતા મુજબ ગોઠવાઈ ગયા. કેઈ સ્નાન કરવા, વનું ક્ષાલન કરવા, પુષ્પ અને ફળે વિણવા, ખાવા આદિ પિતપોતાના કામકાજમાં વિખરાઈ ગયા. ફક્ત રથ અને રથનાઘોડા સુસજજ અવસ્થામાં મધુકંઠ લઈને તૈયાર હતો. સુભગ અને હરિવરે ક્ષણવાર નદીના જળમાં સ્નાનકડા કરી, બહાર નીકળી, વસ્ત્ર બદલીને, દ્રાક્ષ વગેરે લતાઓથી છવાયેલા વૃક્ષોનીઘટામાં આવ્યાં. ડીવારમાં જ આજુબાજુથી તદ્દન નવાં ખીલેલાં પુષ્પ વીણું લાવી, પુષ્પની શય્યા બનાવી, પતિપત્નીએ કેટલોક સમય પસાર કર્યો. તેટલામાં પિતાની પાસેની એક દાગીનાની પેટી ઉઘાડીને, સુભગ હરિવરને બતાવે છે. હરિવર પત્નીના શણગાર જોઈ હર્ષઘેલ બને છે. ત્યાં તો આ આભૂષણોની પેટીમાં એક લેઢાનું વલય = કડું હતું. તેને હાથમાં લઈને, સુભગ હસતી, ગદ્ગદ્ સ્વરે હરિવરને કહેવા લાગી :
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy