SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૯ ઘરનાકરના અનાચાર સુભગાની કટીલતા રૂપાળો અને અર્જુન જે યુદ્ધકુશળ અતિ પ્રાપ્ત થયો છે. મને હવે વહેલામાં વહેલું સાસુ સસરાનું અને સ્વજનનું દર્શન મળે એમ જ ઈચ્છું છું. સુભગાનાં, દંભથી તરબોળ વચનમાં, હરિવર ફસાયેલો હોવાથી, તેણીનું અનાચરણ સમજી શક્યો નહીં. માતાપિતા અને ભાઈઓ વિગેરે પરિવાર પણ, સુભગાના કુલટાપણાને જાણી શક્યા નહીં. તેણીની શિવેદના પણ દંભ પૂર્ણ હોવાથી જ ઔષધો ઉપચારોથી લાભ થયો નહીં. કારણ કે પ્રમાદીને, સરસ્વતી પોતે પણ, વિદ્વાન બનાવી શકે નહીં. આળસુને, લક્ષ્મીદેવી પિતે સુખ આપી શકે નહીં. નપુંસકને, પવિની પત્ની પણ આનંદ આપી શકે નહીં. ક્ષયના દરદીને, અથવા અજિર્ણના રેગીને, ઘેબર સ્વાદ આપે નહીં. વમનના ભયંકર રોગીને, અમૃત જેવા પકવાનોથી લાભ થતો નથી. તેમ કુલટા નારીને, ઈન્દ્રજેવો પતિ મળે તે પણ, તેને વશ કરી શકતો નથી. પ્રશ્ન : આવી બધી સારી વસ્તુઓ પણ વિપરીત બને છે તેનું શું કારણ? ઉત્તર : પ્રાણીમાત્રના કર્મોના ઉદયથી બનેલા સ્વભાવે જ, કારણ તરીકે સમજવા. જેમકે ગધેડાને પકવાન ગમે નહીં. સાકર ખાય તે રોગ થાય. મરણ પામે. ઊંટને દ્રાક્ષા ભાવે નહીં. બાવળિયા, ખેજડા, વરખડા, બોરડી જેવાં તુચ્છ ઝાડે બહુ ગમે છે. કાગડાને ગંગાજળ જેવું સરોવરનું જળ ભાવે નહીં. પરંતુ ડોળું, કહાયેલું, દુર્ગધપૂર્ણ, ખાબોચિયાનું ગંદું પાણી જ ભાવે છે. પકવાન હોય અને વિષ્ટા હોય; કાગડે પકવાનના ભરેલા ભાજનને છોડી, વિષ્ટા જ ચૂંથે છે. કતરાને મખમલની ગાદી અને કાદવને ખાડો દેખાય. તેમાં મખમલની ગાદી ઉપર મૂતરે છે, અને કાદવના ખાડામાં જઈ બેસે છે, આળોટે છે, ઊંઘે છે. ભૂંડને જગતભરના પકવાને કરતાં પણ, વિષ્ટા અને કાદવમાં અપ્રમાણ સ્વાદ પડે છે. આ બધા સ્વભાવ કર્મના પ્રતિબિંબ છે. અશુભ કર્મોના ઉદયથી જ કુલટા સ્ત્રીઓને, સુવર્ણના પલંગ ઉપર, મખમલની શગ્યામાં, ઈન્દ્ર જેવા રૂપાળા, પિતાના સ્વામી ગમતા નથી. પરંતુ પાથરણ વગરની ભૂમિ ઉપર, કાળા, કદરૂપ, બેડોળ, લૂલા, લંગડા, નિર્ધન, ફાટેલા વાવાળા, જરપુરુષમાં ઘણે સ્વાદ પડે છે. આ સ્થાને નયનાવલી અને કુબડે, સુકુમારિકા અને લંગડો, બીજા પણ શા માં આવાં ઘણા દષ્ટાન્તો મળે છે. સુભગા ઘરને કરમાં, વર્ષોથી આસક્ત હતી. તેણીએ પોતાનું શરીર ઘરને કર મધુકંછને, વેચી દીધું હતું, અર્પણ કરેલું હતું. વર્ષોથી તેમના અનાચારે અમ્મલિત હોવા છતાં, કેઈએ જાણ્યા હતા નહીં. કારણકે, “મીન માર્ગ ક્યું જલ વિશે, ખગ મારગ આકાશ કુલટા નારી ચિત્તને, પમાય નહીં પ્રકાશ.” “વેશ્યા કુલટા દેયમાં, કુલટા દોષ અપાર જગનારી મૈથુનને, કુલટા પાપ અઢાર.” ૧
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy