________________
૪૪૫
આવા વિચારે ધ્યાનમાં લેવાય તો સારું ચોર, રંડીબાજ, અને કજીયાળાના પાડોશમાં ઘર લેવું નહીં. આવા માણસોને નેકર રાખવા નહીં.”
આવા માણસને દુકાનના વેપારના ભાગીદાર બનાવવા નહીં.”
“ઉધાર ધન ધીરતાં પહેલાં માણસને ઓળખવા, ચોર, જુગારી, ખૂની, ક્રોધી, સત્તાધારીને, પૈસા ધીરવા નહીં.”
કેઈની સાથે વિરોધ કરવો નહીં. સ્વપરનું બળ, અબળ વિચારવું.”
“વરકન્યાને તપાસીને લેવાં–આપવાં, રોગી, નિર્ધન, ચોર, જુગારી, વૈરાગી, નિર્માલ્ય, મહાધી, કરજદારને દીકરી આપવી નહીં.”
“પિતાથી ઘણા મોટા પિસાદારની દીકરી ન લેવી. તદ્દન ભિખારીની પુત્રી ન લેવી.”
કજીયાળી, કલંક પામેલી કન્યા લેવી નહીં.”
છોકરાઓને મૂડીની માલિકી ન લેંપવી. પિતાને છોકરાઓની ગરજ પડે તેવા ન થવું.”
યુવતી, પત્ની, બહેન, માતા, ભગિની, પુત્રવધૂને પરપુરુષના વિશ્વાસ ન રાખવી.”
રોગી સ્ત્રીપુરુષે અબ્રહ્મચર્યથી સાવધાન રહેવું.” બને તે સંપૂર્ણ શીલ પાળવું.
પત્ની સગર્ભા હોય તે, સ્ત્રીપુરુષ, અવશ્ય શીલત્રત પાળવું.” બ્રહ્મચર્ય ખૂબ પાળવું.
બ્રહ્મચર્યના નિયમ લીધા હેય તે, પતિપત્નીએ પણ એકાન્તમાં ન સૂવું.” “બારે માસ, ઓછું ખાવાની, અપથ્ય વર્જવાની ટેવ પાડવી.”
રાત્રિભેજન, શરીરના આરોગ્યને પણ નુકસાન કરનાર છે.” “ભયના સ્થાનોથી બારેમાસ સર્વકાળ ચેતતા રહેવું.”