________________
ઘરનેાકરના અનાચારા કથા પાંચમી, પીંગલા અને અશ્વપાવક
વાંચા નીતિઃ–
शास्त्रं सुनिश्चलधिया परिभावनीयं, आत्मीकृतापि युवति: परिरक्षणीया । आराधितेपिनृपतौ परिशंकनीयं, शास्त्रे नृपेच युवतौ च कुतः स्थिरत्वं ૬ ॥
અર્થ : ખૂબ અભ્યસ્ત હોય તેા પણ, શાસ્ત્રને વારવાર વિચારવું. એકદમ ગુણવતી અને સતી જેવી સ્ત્રી લાગે તે પણ, તેનું રક્ષણ કરવું. અતિપ્રમાણ વશ કરેલા રાજાથી પણ શકા રાખવી. રાજા-પત્ની અને શાસ્ત્રના ભરાસા રાખવા નહીં. એટલે શાસ્ત્ર ન જોવાય તા ભુલાઈ જાય. સ્ત્રી એકલી રહે તેા જરૂર બગડી જાય. “રાજા કાનના કાચા” નવમેા નંદ, શકડાલમંત્રીના મરણનું કારણ બન્યા છે.
નારી ને નાગણ બને કર’ડીએ સચવાય. નીકળે જે ઘર બહાર તેા. દુખ દેવા સરજાય.
૪૩૫
પિંગલા અને અશ્વપાલકના પરિચય ખૂબ ગાઢ થયા. પણ રાજા જાણી શકયો નહીં. એકવાર કાઈ માણસે રાજાને સુસ્વાદ ફળની ભેટ ધરી. રાજાને પિંગલા ઉપર ખૂબ રાગ હોવાથી ફળ પિંગલાને આપી દીધું. પિંગલાએ પોતાના પ્યારા યારને આપ્યું. અશ્વપાલકને પણ એક વેશ્યા પ્રતિ અતિરાગ હતા. પિંગલા પાસેથી ઇનામેા મળતાં હતાં, તે બધાં વેશ્યાને આપતા હતા.
પિંગલાએ આપેલું સ્વાદ ફળ અશ્વપાલકે પેાતાની વહાલી વેશ્યાને આપ્યું. વેશ્યા ઘણી ચતુર હતી. તેણીએ વિચાર કર્યાં કે, આવુ સુમધુર ફળ, મારા જેવા પામર આત્માએ કેમ વપરાય ? આ ફળ તા મહારાજા ભર્તૃહરિને ચેાગ્ય ગણાય. પિંગલા-અશ્વપાલકનાં પાપા, ખુલ્લાં થવા સરજાયાં હોવાથી, ન કલ્પી શકાય એવી આ ઘટના બની ગઈ! અને વેશ્યાએ મહારાજા ભતૃ હિરને ફળની ભેટ ધરી.
પાપ છુપાયું નવ રહે, કરતાં ક્રેડ ઉપાય । કાપેલી નાસા કદી, ઢાંકી નવ ઢંકાય,
ફળ હાથમાં આવતાં જ રાજાએ ઓળખી લીધું. વેશ્યાને પૂછ્યુ. ફળ કયાંથી લાવી ? પારંભમાં ગલ્લાંતલ્લાં કર્યાં, પરંતુ છેવટે કબુલાત કરવી પડી. અશ્વપાલક પાસેથી મળેલું કહી દીધુ. અશ્વપાલકને મેલાન્યા. ગભરાઈ ગયા. રાજાના પ્રભાવથી–મારના—ભયથી ક્યાંથી આવ્યાની કબુલાત કરી.
રાજા ભર્તૃહરિ-બુદ્ધિમાન અને તત્ત્વચિંતક હતા. વિચારક હતા. તેથી તેણે પેાતે જ કહ્યું છે :