SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મેાટા રાજાધિરાજની પુત્રીઓ, એવી ત્રણસે રાણીઓ હતી. આ સવમાં પિંગલા મુખ્ય હતી. પિંગલા ખૂબસૂરત હેાવા સાથે ઘણી હુશિયાર પણ હતી. તેથી તેણે મહારાજા ભર્તૃહરિને સ્વાધીન બનાવી લીધા હતા. પરંતુ પિંગલા ઘણી વિલાસિની અને વિકારિણી હતી. તેના કામિવકારે તેણીને ભાન અને સ્થાન ભુલાવી દેવાથી, તેણી એક તુચ્છ અશ્વપાલકના રૂપમાં આસક્ત બની ગઈ હતી. અને દાસીએ દ્વારા, તે ગમે તે સ્વાંગમાં અશ્વપાલકને, પેાતાના શયનખંડમાં લાવીને, પેાતાની ઇચ્છાઓ પૂરી કરતી હતી. પ્રશ્ન : ઇતિહાસકારોનું એવું મતવ્ય છે કે, ભતૃહિર નામનો કોઈ રાજા થયા નથી. ભતૃ હિર ઉપજાવી કાઢેલું પાત્ર છે. ઉત્તર : ભતૃહરિનાં ખુદનાં બનાવેલાં, વૈરાગ્યશતક, નીતિશતક, અને શ્રૃંગારશતક; ત્રણ શતકે જગજાહેર વિદ્યમાન છે. લેાકભાગ્ય છે. આ સિવાય પણ છૂટાછવાયા ભ હિરના લેાકા પણ ઇતિહાસામાં જોવા મળે છે. આ સાક્ષાત્ પ્રમાણેા પાતે જ ભતૃ હિરની વિદ્યમાનતા પૂરવાર કરે છે. પછી ઇતિહાસકારો કબૂલ ન રાખે, એના કાઈ અન ગણાય. ભતૃહરિની વિદ્યમાનતા સિદ્ધ કરનાર, નિબંધેા પણ જોવા મળે છે. પ્રશ્ન : એક સામાન્ય માણસના ઘરમાં ઘરફેાડ ગુને કરવા પણુ, મહા મુશ્કેલ ગણાય છે. તેા અહીં રાજાઓના અંતઃપુરમાં, હજારે નાકરચાકર–દાસદાસીઓ હાજર હાય, આવજા પણ ચાલુ હાય, પકડાઈ જવાય તેા યમરાજના મદિરમાં જ ધકેલાવુ પડે. આવા સ્થાનામાં આવા ગુના અને એ શું મનવા ચેાગ્ય લેખાય ? ઉત્તર : સંસાર આખા દગા પ્રપ`ચેાથી જ ભરેલા છે. જગત આખું પાપોના કાદવમાં ખૂંચી જ ગયેલું છે. આવા મનાવા શાસ્ત્રોમાં ઇતિહાસમાં અને આપણી આખા સામે હજારા અન્યા છે અને બની રહ્યા છે. ગુણવાન અને પાંડિત પુરુષાની ચતુરાઈ કરતાં દુજ નાની ચતુરાઈ આગળ આવે છે. તેના કરતાં પણ સ્ત્રીચરિત્રાના નંબર વધુ આગળ પડતા ગણાવ્યા છે. કહ્યું છે કેઃ— जलमज्झे मच्छपयं, आगासे पंक्खिआण पयपंत्ति । महिलाण हिययमग्गो, तिनिवि पंडिआ नयाणन्ति ॥ १ ॥ અર્થ : પાણીમાં માછલાંના પગ, આકાશમાં પક્ષીઓના પગલાંની પ`ક્તિ અને સ્ત્રીઓના હૃદયના મારગ–પંડિત પુરુષો પણ જાણી શકતા નથી. નારી, સાની, જારને, વેશ્યા, વૈદ્ય, જુગાર ( જુગારી ) પડિતને પુસ્તક વિના, બુદ્ધિના ભંડાર,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy