SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ યશાધર રાજાને આવેલું સ્વમ અને હિંસાનું સામ્રાજ્ય ૪૨૫ ભાગળ્યાં. પરંતુ આ જીવમાં જરા પણ તૃપ્તિ આવી નહીં. તે હવે આવા તુચ્છ મનુષ્યગતિનાં સુખાથી તૃપ્તિ કેમ થાય ? સમુદ્રોનાં પાણી પી જવા છતાં, જેની તરસ મટી ન હેાય, તેવા માણસને ઘાસના પૂળામાંથી, ટપકતા જળનાં બિંદુએ થકી, તરસ મટે ખરી ? અર્થાત્ નજ મટે. દીક્ષાના વિચાર કરતા રાજા શય્યામાં સૂઈ ગયા. રાત્રીના છેલ્લા પ્રહરે, રાજાને મહા અનસૂચક સ્વપ્ન આવ્યું. શય્યામાંથી જાગ્રત થઈ, સ્વપ્નના વિચારો કરે છે, તેટલામાં માતા ચંદ્રવતી, પુત્રની પાસે આવીને, સામેના સિંહાસન ઉપર બેઠાં. પુત્ર રાજા યશોધરને, મુખમ્લાનિનું કારણ પૂછ્યું. દીકરા ! તું મહાપ્રતાપી છે. રાજ્ય, રમણીઓ, પૈસા, પુત્ર, પરિવાર, કશી કમીના નથી. છતાં ઉદાસ કેમ ? રાજા યશેાધરના ઉત્તર : માતા ! હમણાં જ ઘેાડી ક્ષણા પહેલાં, નિદ્રામાં છેલ્લી ઘેાડી ક્ષણા રાત્રી ખાકી હતી ત્યારે મને સ્વપ્ન આવ્યું, કે હું મહેલના સાતમા માળે, સુવર્ણના સિંહાસન ઉપર બેઠા હતા, ત્યાં પાછળ આવી મારી માતાએ મને ધક્કો માર્યા. હું નીચે પટકાયા, પગથીઆમાં પડયા. પટકાતા પટકાતા, છેવટે તદ્ન નીચે જમીન ઉપર જઈને પડયા, અને પાછળ જોયું તેા, મારી માતા પણ મારી પછવાડે, પટકાતી પટકાતી, સાતમા માળથી, મારી પાસેની જમીન ઉપર આવીને પડી. પછી શું થયું? માતા ચંદ્રમતીએ પૂછ્યું. યશેાધર રાજા ઉપર મુજબ સ્વપ્નની સાચી વાત જણાવીને, થેાડું અસત્ય ભેળવીને મેલ્યા, અને પછી મેં તુરત જ દીક્ષા લીધી. માતા કહે છે, પ્રસ્તુત સ્વપ્નના પ્રતિકાર કરવાની અનિવાય જરૂર છે. અને તે જલચરસ્થલચર–ખેચર–પ્રાણીઓનાં, દેવી પાસે લિ આપવાથી થઈ શકે. રાજા યશોધર કહે છે: માજી ! હું અસ્થિ-મજ્જા જૈન છું. હું પ્રાણીના નાશમાં મહા પાપ સમજુ છું. કાઈને પણ તું મરી જા, આટલુ‘ સાંભળવું પણ ગમતું નથી. તા મરવાથી કેટલું દુઃખ થાય તે વિચાર કરા ! સ નામના છે.કરાએ પેાતાની માતા ચન્દ્રાને શૂળીએ ચડાવવાની ગાળ આપી હતી, તેથી તેને વળતા જન્મમાં, શૂળી ઉપર ચડવું પડયું હતું. તેની માતા ચંદ્રાએ, તેના હાથ કપાઈ ગયાના આક્રોશ કર્યા હતા. તેથી વળતા જન્મમાં તેણીના હાથ કપાયા હતા. એક ભરવાડે પોતાના માથાના વાળમાંથી નીકળેલી ચૂકા-જૂને, બાવળીઆની શૂળથી વીંધી નાખી હતી. તેથી તેને ત્યાર પછીના અનેક જન્મામાં, શૂળીથી વીંધાઈને મરવું પડયું હતું. શાસ્ત્રોમાં કહ્યુ' છે કે : ૫૪
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy