SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઘરનાકરના અનાચાર અને પરપુરુષ સાથે એકાન્તનાં દુષ્ટ પરિણામને આ ત્રીજો પ્રસંગ સંપૂર્ણ થયા. ૪૨૪ ઘરનાકરના અનાચારના પ્રસંગ ચેાથેા-રાણી નયનાવલી : માલવદેશની રાજધાની ઉજયિની નગરીમાં, મહાપ્રતાપશાળી જીવદયાપ્રતિપાળ અસ્થિમજ્જા જૈનધમ પામેલે, યશેાધર નામે રાજા રાજ્ય કરતા હતા. તેનુ સુરેન્દ્રદત્ત એવું ખીજુ નામ પણ હતુ. યશેાધર રાજાને ઘણી રાણીએ હતી. તે ખધીમાં રૂપલાવણ્ય કૂપિકા નયનાવલી નામની મુખ્ય પટરાણી હતી. યશોધર રાજાની માતા હયાત હતી. તેણીનું નામ ચંદ્રમતી, બીજું નામ યશેાધરા હતું. યશેાધર રાજાને નયનાવલી રાણીથી, ગુણધર નામા કુમાર થયા હતા. તે આઠ દશ વર્ષના થયા હશે. એકવાર રાજમહેલમાં નયનાવલી યશેાધર રાજાના ચાટલા એળતી હતી. માથામાં એક ધેાળા વાળ દેખાયા. રાણી બેલી : સ્વામીનાથ ! શત્રુના દૂત આવ્યો, અને આપ તા નિદ્રામાં ઉંધા છે. રાજાએ બધી બાજુ જોઈને પૂછ્યું : દૂત કયાં છે? મારી આજ્ઞા મેળવ્યા સિવાય, છડીદાર તને રાજસભામાં પણ પેસવા દે નહિ, તેા પછી અંતઃપુરમાં કેમ આવી શકે ? રાણીએ મસ્તકમાંથી શ્વેત વાળ ઉતારીને રાજાના હાથમાં મૂકયો. અને વિવેચનથી સમજાવ્યું. “ દાસી જે જમરાયની, તેના ક્રૂત પલિત ! કહે છે આયુષુ અલ્પ છે, શીઘ્ર કરો ચિત. ” ૧ રાજાને, ધેાળા વાળ અને નયનાવલી રાણીનાં વચના વડે, આત્મા ઉપર ખૂબ જ અસર થઈ ગઈ, અને મનમાં વિચાર કરવા લાગ્યા : મારે હવે વહેલામાં વહેલી તકે, દીક્ષા લેવી જ ઉચિત છે. આ અજ્ઞાની આત્માને, આ સ'સારમાં વસતાં અનંતા કાળ ગયા. ચૌદ રાજ લેાકાકાશના પ્રતિ પ્રદેશે, આ મારા આત્મા અનતીવાર જન્મ્યા અને મરણ પામ્યા. જ્ઞાની ભગવંતા કહે છે કે, વીતરાગની રત્નત્રયી વિના, આ જીવની ક્ષુધા શાન્ત થવાની જ નથી. કારણ કે આ જીવે દેવાંગનાનાં સુખા પણુ, અનંતી વાર ભાગળ્યાં છે. કહ્યું છે કે: असुर - सुरपतिनां यो न भोगेषु तृप्तः । कथमिह मनुजानां तस्य भोगेन तृप्तिः । जलनिधिजलपानाद् यो न जातो वितृष्णः । तृणशिखरगतः भवानतः किं स तृप्येत् ||१|| અર્થ : આ મારા જીવે ચારે નિકાય દેવામાં, ઈન્દ્રો જેવા મહદ્ધિ દેવેાનાં સુખા પણ, અન તીવાર ભાગળ્યાં. આર્કેડ ભાગળ્યાં. નાચ-ગીત–વાજિંત્રાના મોટા જલસા, નિરક ડીએનાં સુમધુર ગાયનેા, લટકા, નખરાં, રૂપ, રસ, ગંધ, સ્પશનાં સુખા અનતી વાર
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy