________________
૪૧૭
લંગડા નેકરની ગુલામડી બનેલી, રાણી સુકુમારિકા
વાચકે વિચાર કરી લે એક છત્રપતિ રાજા, આજે સાધારણ દુકાનદાર બને છે અને અનેક દાસીઓની મહારાણી, આજે જાતે રસોઈ કરે છે, દળણું દળે છે, વાસણ માંજે છે.
એક દિવસ રાણીએ કહ્યું : સ્વામીનાથ! દાસીઓમાં ગુલતાન કરનારી સુકુમારિકાને, એકલું રહેવું કેમ ગમે? માટે કૃપા કરી એક દાસી કે ચાકર લાવે તે સારું? રાણીની માગણીથી એક, બેપગે ઠે (બને પગે સાથળમાંથી કાપેલા હતા), બેડેળ, કદરૂપે, ભિખારી નજરે પડવાથી, રાજાજિતશત્રુઓ, રાણીને આનંદ ખાતર પિતાના ઘેર રાખી લીધે.
તેને સ્વર ખૂબ મીઠે હતે, મધુર ગાયન ગાઈ રાજારાણુને ખુશ કરતો હતો. તેથી રાજા પણ તેને ખાનપાન સારું આપવા લાગ્યા. વસ્ત્રો પણ સારાં મળ્યાં. આમ થવાથી તેને શરીરને થેડે ઢંગ બદલાયે. રાજા દુકાને જાય ત્યારે રાણીને એકાન્ત મળવા લાગી. અને આ પૂંઠા ભિખારીના ગાયનેમાં રાણીના વિકારો ઉછળવા લાગ્યા.
થોડા દિવસમાં જ લંગડે રાણીનું પિતા તરફનું આકર્ષણ સમજી ગયો. અને વેળા-કળા રાજાની ગેરહાજરીમાં, જીભ અને શરીરથી રાણી સાથે, ચેનચાળા શરૂ કરી દીધા. રાણીના વિકારોએ મર્યાદા ગુમાવી, અને ઈન્દ્ર જેવા ખૂબસુરત પોતાના સ્વામીને ભલી જઈને, પાંગળા દુષ્ટ નેકરના પગમાં પડીને, પત્ની તરીકે સ્વીકારવા માગણી કરી. પાંગળાને પતિ બનાવીને અનાચાર સેવવા લાગી.
“ક્યાં નરવર સુરવર સમે, કયાં અધમ પગહીન ! ત્યાગી નરવરનાથને, બની ભિક્ષુક આધિન.” ૧ “પરનારી પરનર તણી, એકાન્ત જે સર્જાયા કામવિકારો ઉ૭ળે, ચિત્ત ચળાચળ થાય.” ૨ “જગતના પ્રાણીમાત્રમાં, વિકાર છલોછલ હોય બચે પ્રભુવીતરાગના, મહામુનિશ્વર કેય.” ૩ “પરનરના વિશ્વાસમાં, પુત્રી ભગિની નાર | ક્ષણ થાપે એકાન્તમાં, એ પણ એક ગમાર.” ૪ “કઢી કાળે લંગડા, બુદ્ધિહીન ગમાર ! નારીના સમુદાયમાં, પરનર દુખ ભંડાર.” ૫
થોડો કાળ જવા પછી રાણીને વિચારો આવ્યા. રાજા જીવતો હોય ત્યાં સુધી, આ ગવૈયા સાથે મરજી મુજબ સુખ કેમ અનુભવાય? આવા દુષ્ટ વિચારે શરૂ થયા. ૫૩