________________
કેવળ કામવિકારમાં અંધ બનેલાની ખાનાખરાબી
૪૧૫
સંકેતઅનુસાર, છેલ્લીરાત્રિમાં, રાજા-રાણીને દાસીઓ દ્વારા ચંદ્રહાસમદિરા પીવડાવીને, તદ્દન બેશુદ્ધ બનાવીને, રાજા-રાણીને પલંગ મજૂરો મારફત એક મેટા જંગલમાં મૂકાવી દીધું. અને તુરત પાટવીકુમારને રાજ્યારૂઢ કરીને, તેની આણ ફેલાવી રાજ્યને નિર્ભય બનાવાયું.
જંગલમાં મૂકાએલાં જિતશત્રુ રાજા અને રાણી સુકુમારિકા, મદિરાના કેફમાંથી જાગીને જોવા લાગ્યાં તે, રાજભવન, મહેલાત, સિંહાસન, ધનભંડારે, દાસ-દાસીઓ, બધું ઈન્દ્રજાળની પેઠે, અદશ્ય દેખાયું, અને બિછાના ઉપર એક લાંબા લખેલ લેખ વાંચવા મળે. એમાં આપશ્રીએ કામ વિકાર પરવશ બનીને, રાજ્ય સાચવવા સેવેલી બેદરકારીના પરિણામે, પ્રજા અને પ્રધાનમંડળને, આપને રાજ્યભ્રષ્ટ કરવા ફરજ પડી છે. આવું સૂચન હતું.
ત્રણ પુરુષારથ જગતમાં, ધર્મ, અર્થ ને કામ યથાયોગ્ય સેવન કરે, તે બુદ્ધિનું ધામ. ૧ “ધર્મ હોય મજબૂત તે, અર્થ કામ સુખદાયા ધર્મ ઉપેક્ષક માનવી, જરૂર દુખિઓ થાય. ૨ “અર્થ ઉપજે જગતમાં, કેવલ કામ ને કાજ કામ પોષવા કારણે, અધિકાર ને રાજ. ૩
અર્થ-કામની સેવના, દુર્ગતિમાં લઈ જાય વિદ્યા, બુદ્ધિ, ધનતણે, કામ થકી ક્ષય થાય. ૪ “કેવળ કામ વિકારમાં, ગળાબૂડ રહેનાર તન, ધન, યશને ક્ષય કરી, પામે જગ ફિટકાર, ૫
રાજા, રાણીને પિતાની ભૂલ સમજાઈ. પરંતુ હવે શું થાય? કેઈ કવિએ કહ્યું છે કે –
જે મતિ પાછળ સાંપડે, તે જે પહેલી હોય કાજ ન વિણસે આપણું દુર્જન હસે ન કોય.” ૧ “અઠ્ઠોત્તર સય બુદ્ધિઓ રાવણ તણે કપાલ! એક બુદ્ધિ નવ ઊપની, લંકાને ક્ષય કાલ.’ ૨
પલંગ ઉપરથી ઉતરીને, ખાવાપીવાની શોધ કરવા ચાલ્યા. રાણીને ઘણું તરસ