SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ “ઉપાય સાધ્ય ન હોય, ત્યાં ઉદ્યમ કરવો નહીં ! જીવનું જોખમ થાય, મનપણું ધરવું સહી.” ૧ એકવાર બટુકને, કુકડાના લક્ષણોની વાત યાદ આવી, અને શેઠાણીને સૂચના આપી કે, આજે આ કુકડાની કલગી (મસ્તક) જમવાની મારી ઇચ્છા છે. વજા શેઠાણી વણિક પુત્રી હતી. જન્મસિદ્ધ દયાના સંસ્કાર હતા. તેથી બટુકની કુકડાના માંસની વાત નકારી કાઢી અને કહે છેઃ આ શું બોલો છે ? તમે બ્રાહ્મણ પુત્ર છે. હું જેનની પુત્રી છું. ધમીપતિની પત્ની છું. આવું બોલાય કેમ? અને થાય પણ કેમ? આપણું ઘરમાં પણ અનાર્ય કાર્ય કેમ બને ? વજાની દલીલે ઘરનોકરને ગમી નહીં અને ઉશ્કેરાઈ ગયે. જે તને ધર્મ અને કુકડા વહાલા હોય તે, હમણાં જ હું ઘરમાંથી ચાલ્યા જાઉં છું. અને મારા પ્રેમ હોય તો, અત્યારે જ મારી ઈચ્છા પૂરી કર. વિષયમાં અંધ બનેલી વજાને, મૂગા મેઢે બટુકની ઈચ્છાને વશ થવું પડયું, અને વજાની આંખ સામે, દુરાત્મા બટુકે કુકડાની ડોક કાપી નાખી. અને કહ્યું કે, મારે ફક્ત આ મસ્તક જ ખાવું છે. તે પકાવી રાખજે. હું સ્નાન કરીને આવું છું. બટુકના સંગમાં પરવશ બનેલી વજા, પગથિયાં ચુકી. પિતાનું મહામૂલ્ય શીલરત્ન ગુમાવ્યું. પ્રાણદયા પણ ખવાઈ ગઈ હિંસાને પ્રારંભ થયે, જૈનના ઘરની ધરતી ઉપર, કુકડાના લેહીના પ્રવાહો ચાલ્યા. વાસણ અને રડું પણ વટલાયાં અપવિત્ર થયાં. જીવને વિષય વિકારે ક્યાં ખેંચી જાય છે. કુકડાનું માંસ પાકીને તૈયાર થયું હતું. બટુક હજીક સ્નાન કરીને આવ્યો નથી. તેટલામાં નિશાળેથી દેવપ્રિય ઘેર આવ્યા. સુધાતુર હોવાથી પિતાની માતા પાસે જમવાનું માગ્યું. વજાએ પણ ઉતાવળમાં ભાન ભૂલીને, તેજ માંસ દેવપ્રિયને ખવડાવી દીધું. નાને બાળક સમજતો ન હોવાથી, અથવા ભાવિભાવના સંકેતથી, દેવપ્રિય ભજન કરીને નિશાળે ચાલ્યા ગયા. તેટલામાં વજને ખ્યાલ આવ્યું કે, મારી ભૂલ થઈ ગઈ છે. બટુકનું ભેજન દેવપ્રિયને અપાઈ ગયું. હવે શું કરવું? આમ વિચાર કરીને, કુકડાના બાકીના શરીરને પકાવીને, બટુકને માટે તૈયાર કર્યું. ત્યાં બટુક ઘેર આવી જમવા બેસી ગયો. પરંતુ કુકડાની ડોક તેને જોવામાં ન આવતાં વજીને પૂછ્યું. વજાએ પણ સાચી વાત જણાવી દીધી. અને જાણે મોટા અધિકારી સામે ગુનેગાર ઊભે રહે તેવા, ધ્રુજતા શરીરે બટુક સામે જોઈ રહી. બટુક વજાની દીનતા પારખીને, તાડુકીને બોલ્યો : નાલાયક રાંડ! મારા માટે બનાવેલું ભેજન છોકરાને કેમ ખવરાવી દીધું? મારે તેજ કુકડાનું મસ્તક જોઈએ. હમણુને હમણું છોકરાનું પેટ વિદારીને, તેજ માંસના અવશે આપી દે. નહીંતર આજે તારા છોકરાની સાથે તારા પણ પ્રાણ ભયમાં છે. એમ તારે સમજી લેવું. આજે અને હમણાં જ મારી ઈચ્છાને અમલ થવો જોઈએ.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy