SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ૧૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આચાર્ય ભગવાન છેલા દક્ષિણ પ્રદેશમાં વિહાર કરતા હતા. પ્રતિષ્ઠાનપુર પધાર્યા હતા. અને પિતાને અંતિમકાળ જાણી અનશન ઉચ્ચરી, દશ પ્રકાર આરાધના કરી, સ્વર્ગવાસી થયા. પ્રશ્ન : દશપ્રકાર આરાધના કોને કહેવાય તેના નામ જણાવો? उत्तर : आलोयसु अइयारे, वयाई उच्चरसु, खमसु जीवेसु, वोसीरसु भाविअप्पा अट्ठारसपावट्ठाणाई ॥१॥ चउसरणं, दुक्कडरिहणं सुकडाणुमोयणं कुणसु सुहभावणं. अणसणं पंचनमुक्कारसरणं च ॥ २॥ અર્થ : આપણા આત્માને ચાલુ જન્મમાં, અથવા આખા સંસાર ચક્રમાં, વ્રત પચ્ચખાણોના ભંગ યાને પંચાચારમાં લાગેલા દેષ વિચારી, નિંદા-ગ કરવી. વ્રત ઉચ્ચરવાં. સાધુ અને શ્રાવકોએ અવસાન સમયે ફરીને વ્રત જરૂર ઉચ્ચરવા ધ્યાન રાખવું જોઈએ. તથા ચોરાસી લાખ જીવનિને છwાય છેને ચારગતિ અને ખમાવવા. તથા સમજીને ભાવનાપૂર્વક અઢાર પાપસ્થાનકે સીરાવવાં. અરિહંતાદિચારનાં શરણ કરવાં. પિતાનાં ચાલુ ભવના, અગર સમગ્ર સંસાર ચકનાં, દુષ્કતની નિંદા કરવી. સુકૃતની અનુમંદના કરવી. શુભ ભાવનાઓ ભાવવી. અનશન ઉચ્ચરવું. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું. સિદ્ધસેનદિવાકર સૂરિમહારાજના અવસાન સમાચાર પહોંચાડવા, એક વૈતાલિકને રવાના કર્યો હતો. તે ફરતો હતો અને લેકનું પૂવદ્ધિ બેલતે હતો. ફરતો ફરતો ઉજજયિની ( વિશાલા) નગરી પહોંચ્યો અને જેનશ્રાવિકાઓના ઉપાશ્રય પાસે બેલ્યઃ સત્તિ વાણિતા સાંad ક્ષriાથે અને ઉપાશ્રયમાં રહેલાં દિવાકર મહારાજના બહેન સિદ્ધશ્રી નામનાં સાધ્વીજીએ સાંભળે. અને બોલ્યા કે, नूनमस्तंगतो वादी, सिद्धसेनो दिवाकरः ॥ १ ॥ અર્થ : વૈતાલિક કહે છે હમણ-વાદિરૂપ ખદ્યોતના કીડા દક્ષિણ દેશમાં ખૂબ જ ફેલાયા છે. અર્થો, લોક સાંભળીને ઉપાશ્રયમાં રહેલાં સાધ્વીજીને ઉત્તર, જરૂર સિધ્ધસેન દિવાકર સૂરિરૂપ સૂર્ય અસ્ત પામે હશે. સિદ્ધસેનદિવાકર સૂરિમહારાજના ગ્રન્થ સન્મતિત (દર્શન વિષયક આકરગ્રન્થ). જગતભરના અને જૈનશાસનના તમામ વિદ્વાનોને આદરણીય ગ્રન્થ છે. ઉપરાન્ત ન્યાયાવતાર દ્વાર્જિશકાઓ કલ્યાણમંદિર સ્તોત્ર તેમની ખાસ રચનાઓ છે. તેમણે જેના ઉપર પણ ટીકાઓ, ભાષ્ય વગેરે લખ્યાના વર્ણને નિશીથચૂણિમાં મળે છે. પરંતુ આજે તે વસ્તુ ક્યાંય ઉપલબ્ધ નથી. પ્રશ્ન : સિદ્ધસેન દિવાકર કયારે થયા પ્રમાણેથી સમજાવાય તો સારું ?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy