SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ શક્તિનુ ભૂષણ સાત્વિક ભાવ છે. શક્તિ અને શાત્વિક ભાવનુ ભૂષણ, નિરાધાર, ગરીબ, દીન, દુખીને આસરા આપવા, શરણું આપવું, બચાવી લેવા તે છે. બીજો પ્રભાવક વ્યાખ્યાનકાર કહેવાયા છે. એક એક શબ્દના અનેક અર્થો કરીને સભાને ચિત્રમુગ્ધ બનાવે, જેમ વેશ્યાને ઘેર રહેલા નર્દિષણજી, કામી પુરુષાને વૈરાગી અનાવતા હતા. ત્રીજો પ્રભાવક વાદી કહેવાય છે. જેમ શિલાદિત્ય રાજાની સભામાં, મલ્લવાદી સૂરિએ વાદ કરીને બૌદ્ધોને હરાવ્યા, અને જૈનશાસનના જયજયકાર થયા. ચોથા પ્રભાવક નિમિત્ત જાણનાર ભદ્રમાડુ સ્વામી વગેરે જાણવા. નિમિત્ત વડે જૈનશાસનની પ્રભાવના થાય. પરદનકારા પાછા પડે, શ્રીવીતરાગશાસનના જયજયકાર થાય. પ્રશ્ન : આ કાળમાં કાઈ જ્યાતિષ પ્રકાશે. હાથ પગની રેખા જોઈ ને, નસીબની વાતા કહે. વેપાર કરનારને ભાવ તાલ બતાવે. આ બધાને વખતે અનુકૂળતા પણ આવી જાય તા, લાભ થાય કે નહીં ? ઉત્તર : પૂના જૈનાચાર્યું નિમિત્તશાસ્ત્રા સમજેલા હતા. તેમની સમજણ પ્રમાણેજ થતુ હતું, તેપણુ શ્રીવીતરાગશાસનની ચાક્કસ પ્રભાવના સમજીને, શાસનને લાભ થવાના હાય તા જ કહેતા હતા. માટે તેમને અવશ્ય લાભ થાય. પરંતુ આ કાળના અમારા જેવા, અવશ્યફળ આપે તેવાં નિમિત્ત પ્રાય: જાણતા જ ન હાય. અને કહેવાય છે તેપણ શાસનપ્રભાવના માટે નહીં પરંતુ સ્વપ્રભાવના માટે. આવા બધા ભવિષ્યકથના કહેનારના સંસાર વધારે છે. અને સાંભળનારને આભવ પરભવ અને બગડાવે છે. પાંચમા તપસ્વી પ્રભાવક કહેલ છે. જેમ હીરસૂરિમહારાજના સમયનાં શ્રાવિકા ચંપાબહેન, જેમણે છ મહિનાના ૧૮૦ ઉપવાસ કર્યા હતા. સમ્રાટ અકબરે જાણ્યું. ઉપવાસ સાચા કેમ હાઈ શકે ? પરીક્ષા કરી. તેણીને પૂછવામાં આવ્યું. ચંપામાઈ એ દેવ-ગુરુ-ધર્મ ની આળખાણ આપી. હીરસૂરિમહારાજને નિમંત્રણ. ઉપદેશશ્રવણ. જૈનશાસનની પ્રભાવના, છમાસની અહિંસાના અમારી પડહ, અખો જીવાને અભયદાન, બધામાં નિમિત્ત કારણ ચ'પાબાઈની તપશ્ચર્યા જાણવી. ઠ્ઠો વિદ્યાપ્રભાવક વયરસ્વામી જેવા. જેમણે વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા વડે, દુષ્કાળથી પિડાએલા લાખાને આકાશમાર્ગે, સુભિક્ષ પ્રદેશમાં લઈ ગયા. જીવિતદાન આપ્યું. સાતમેા અજસિદ્ધ વિદ્યાસિદ્ધ વિદ્યાએ વડે શ્રી સંઘને ઉપદ્રવથી મચાવનાર પાદાલપ્તસૂરિ, આ ખપુટસૂરિ વગેરે. આઠમે વિપ્રભાવક ગણાયા છે. જેમ સિદ્ધસેન દિવાકર. જેમણે કાવ્યા સંભળાવીને, વિક્રમાદિત્યને શ્રી વીતરાગશાસનના પ્રભાવક બનાવ્યેા હતેા. સિદ્ધસેન
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy