________________
૩૫ર
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “વહાણ જેવા મહામુનિ, પણ ભટકયા સંસાર, પથ્થરની શીલાસ, તરીશ કેમ સંસાર.” ૧ મંગુ જેવા સૂરવિરો, ગુણગણના ભંડાર, | કેવલ રસના દોષથી, પામ્યા અસુર અવતાર.” ૨
એકજ ચક્ષુ દોષની, શ્રમણી રુપીરાય, પાળ્યાં પાંચ મહાવ્રતે, પણ ભટકી ભવમાંય.” ૩ “જુઓ લખમણ સાધ્વી, અલ્પ દોષ મન થાય, કાલચક્ર ચાલીશમાં, ભવમાં ભ્રમણ થાય.” ૪ “પૂર્વજ્ઞાન ધરનારને, રત્નત્રયી ભંડાર, અતિ અલ્પ પ્રમાદથી, ભટક્યા બહુ સંસાર.” ૫ “અનંતકાળથી જીવને, પ્રમાદમાં બહુ પ્યાર,
વિષય-કષાય-વિકથા કરી, ભટકે બહુ સંસાર.” ૬ તેથી વૃદ્ધવાદિસૂરિ મહારાજ, વેશ પરિવર્તન કરીને, સિદ્ધસેન દિવાકરને પ્રતિબંધ કરવા માટે, કર્મારપુર પધાર્યા. અને દિવાકરજી પાલખીમાં બેસીને રાજસભામાં જતા હતા, તે પાલખીમાં ઉપાડનાર બનીને ચાલ્યા. રસ્તામાં વૃદ્ધાવસ્થાને કારણે, એકવાર બેવાર, વાસે બદલાવતાં દેખીને, પાલખીમાં બેઠેલા સૂરિજી બોલ્યા :
મૂરિમામritત્ત, દાવોયંતરવાષતિ? | ત્યારે પાલખી ઉપાડનાર સૂરિજીને उत्तर न तथा बाधते स्कन्धो। यथा बाधति बाधते ॥ १ ॥
અર્થ : શિષ્ય પાલખીમાં બેઠા છે. ઘરડા ગુરુ પાલખી ઉપાડી ચાલે છે. ત્યારે થાકેલા ભારવાહકને, સિદ્ધસેનસૂરિએ પૂછ્યું, કેમ મજુર ! ઘણે ભાર લાગવાથી તારે આ વાંસે દુખે છે? આ જગ્યા વ્યાકરણને બાધતિ પ્રગ અશુદ્ધ છે. ત્યારને મજૂરના વેશમાં રહેલા સૂરિજી કહે છે. ભાઈ! એટલે મારે વસે દુખવાનું મને દુખ થાય છે, એના કરતાં પણ રાતિ ક્રિયાપદ ખૂબ દુખ આપે છે.
તમારા જેવા ચૌદ વિદ્યાના પારગામી, મહા વિદ્વાન તરીકે અભિમાન રાખનારા, રાજાના માનવંતા ગુરુજી બનીને, આવું અશુદ્ધ બેલે છે, તે ખરેખર મોટા દુખનું કારણ થયું છે. મજૂરના રૂપમાં, ચાલતા ગુરુજીની આવી બારીક ટકેર સાંભળીને, સિદ્ધસેનસૂરિ સમજી ગયા.