________________
૩૪૯
સિદ્ધસેન સરિને શાસનદેવીને ઉપાલભ
સ્તુતિપૂર્ણ, કલ્યાણુમંદિર સ્તોત્રના છેલલા ચુમાલિશમાં લેકમાં, જ્ઞાનયજ્ઞ મુદ્રા ઈત્યાદિ અક્ષરોથી સ્પષ્ટ સમજાય તેવું છે.
મુનિશ્રી કુમુદચન્દ્ર વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાય, સાહિત્ય વગેરે ગ્રન્થના, પંડિત તો પહેલેથી હતા. અને પછી સુગુરુના સહયોગથી, તે કાળના શાને અભ્યાસ પણ બહુ થોડા વખતમાં જ કરી લેવાથી; અને તેમની સર્વશાસ્ત્રના પારગામી તરીકે, તથા બીજી પણ ઘણી યોગ્યતાઓ જણાવાથી, ગુરુશ્રી વૃદ્ધવાદીસૂરિશ્વરે, તેમને આચાર્યપદવીથી વિભૂષિત કર્યા.
આચાર્યપદવી વખતે, તેમનું કુમુદચંદ્ર નામ બદલીને, સિદ્ધસેનસૂરિ પાડવામાં આવ્યું હતું. અને તેમનાથી શ્રીસંઘને ઘણે લાભ થવાનું સમજીને, ગુરુમહારાજા એદેશદેશ વિચરવા આજ્ઞા આપી. તેથી તેઓ ઉગ્ર વિહાર કરી, અનેક દેશો અને ગામને લાભ આપતા, એકવાર ચિત્રકૂટ પર્વત ઉપર પધાર્યા હતા.
ત્યાં પર્વતના એકભાગ ઉપર, જાડો, પહોળ, ઊંચે, વિશાળ સ્તંભ જેવામાં આવ્યું. બધી બાજુથી બારીકાઈથી તપાસતાં, કાછ-પત્થર કે માટીની બનાવટ નથી, એમ ચોક્કસ કરીને, પ્રાગદ્વારા સમજાયું કે, આ સ્તંભ ઔષના ચૂર્ણથી બનેલો છે. પછી બુદ્ધિબળથી,
ઔષધિઓનું મિશ્રણ સમજીને, તેના વિરોધી દ્રવ્ય ઘસીને, સ્તંભમાં એક બાજુ છિદ્ર પાડ્યું. એટલે તેમાં ભૂતકાળમાં મહાપુરુષોએ, રક્ષણ માટે સ્થાપેલાં હજારે પુસ્તકે સિદ્ધસેનસૂરિને જોવામાં આવ્યાં. યથાપ્રભાવક ચરિત્ર :
पुनःपुननिघृष्याथ, सस्तंमेछिद्रमातनोत् । पुस्तकानां सहस्राणि, तन्मध्येच समैक्षत ।।
તેમાંથી એક પુસ્તક હાથમાં લીધું. અને એક પત્ર ઉપર લખેલ લીટીઓ પૈકી, એક લીટી તથા એક લોક વાંચીને, એટલામાં આગળ વધે છે, તેટલામાં શાસનદેવીએ, આચાર્યશ્રીના હાથમાં રહેલું પુસ્તક ઝૂંટવી લીધું. અને અદશ્ય રહીને દેવીએ જણાવ્યું કે, આ બધાં પૂર્વગત વચને છે. આવાં પુસ્તક વાંચવાની તમારામાં યોગ્યતા નથી.
સૂરિ મહારાજે બે લીટી વાંચી હતી. તેમાં પહેલામાં, સુવર્ણ સિદ્ધિને મંત્ર અથવા આખાય હતે. તથા બીજામાં મંત્રેલા સર્ષ પિ વડે સન્ય નિષ્પન્ન કરવાને મંત્ર અને આમ્નાય હતો. આ વસ્તુ પામીને આનંદ પામેલા સિદ્ધસેનસૂરિ વિહાર કરીને, કર નગર તરફ પધાર્યા. વચ્ચે પ્રમાણ
_एक पुस्तकमादाय, पत्रमेकं ततःप्रभुः । विवृत्य वाचयामास, तदीयामोलिमेककां । सुवर्णसिद्धियोगच, तत्रप्रेक्षत विस्मितः । सर्षपैः सुभटानांच, निष्पत्ति-श्लोक एकके सावधानः पुरोयावद्वाचयत्येष हर्षभू ः। तत्पत्रं पुस्तकं चाथ, जहें श्रीशासनामरी । तादपर्वगतग्रन्थ, वाचने नास्तियोग्यता, सत्वहानि यतिः काल, दौस्थ्यादेंतादृशामवि ॥