SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : હનુમાનજી-વાલી-સુગ્રીવ-આ બધા વાનરદ્વીપના રાજાઓ હતા. તે દ્વીપમાં વાનરની ઘણી જાતોને વસવાટ હોવાથી, આખો દ્વીપ વાનરદ્વીપ કહેવાયો છે. અને તેથી જ વાનર દ્વીપમાં રહેતા હોવાથી, વાનરા કહેવાયા છે. પહેલા અને હમણાં પણ દેશોના નામથી માણસો ઓળખાય છે. જેમ મારવાડમાં રહે છે, માટે મારવાડી; તેમ કચ્છી, ગુજરાતી, કાઠિયાવાડી, ઝાલાવાડી, રશિયન, ચીન, યુરોપિયન આવાં દેશના નામે મનુષ્યોનાં નામ બોલાય છે. તેમ હનુમાનજી વાનર પશુજાતિ હતા નહીં. વાનર જેવી આકૃતિ પણ હતી નહીં. ખૂબ રૂપવાળા મહાબળવાન વીરપુરૂષ હતા. પ્રશ્ન : હનુમાનને લોકે જતિ કહે છે. પરણેલા ન હતા. આ વાત સાચી ? ઉત્તર : હનુમાનજી વીર પુરુષ અને એકમહાશૂરવીર યોદ્ધા હતા. તેમનાથી પ્રભાવિત થઈને રાવણ રાજાએ, સૂર્પણખાની પુત્રી અને પોતાની ભાણેજ, હનુમાનને પરણાવી હતી. તથા સુગ્રીવે પોતાની પુત્રી પરણાવી હતી. તથા એક મહાશૌર્યવતી વિદ્યાધર કન્યા લંકાસુંદરી, હનુમાનજીને સ્વયંવરા પરણી હતી. આવી હનુમાનજીને લગભગ દેઢશે. પત્નીઓ હતી. પ્રશ્ન: હનુમાનજીને રામચંદ્ર મહારાજાએ, આટલી મોટી સેવાના બદલે ઈનામમાં ફક્ત તેલ સિન્દુર ચડવાનું વરદાન આપ્યું છે. આ વાત સાચી છે ? હનુમાનજી કહે છે કે : “કહાં કહું કીરતારકું, પરાલબદકા ખેલ, બિભિષણકો લંકાદીની, હનુમાનકું દિયા તેલ. ઉત્તર : હનુમાનજી મોટા રાજવી હતા, તેમણે ભુજા બળથી અનેક શત્રુઓને પરાસ્ત કર્યા. ઘણો વખત રાજ્ય ભોગવી, રામચંદ્ર મહારાજના રાજ્યશાસન કાળે જ દીક્ષા લીધી. અને આઠે કર્મ ક્ષય કરી મોક્ષ પધાર્યા છે. અને નમો ; પદમાં તેમને પણ જાપ થાય છે. પ્રશ્ન : તે શું બીજા દર્શનકારોનાં વર્ણન તદ્દન ખોટાં છે? તેમનાં શાસ્ત્રોમાં લખેલી હનુમાનની વાનરકૃતિ હતી. અને લાંબુ લાંગુલ (પૂંછડું) હતું, આ વાત સાચી નથી? ઉત્તર : રામાયણકારે પિતે જ હનુમાનજીને પવનના અને અંજના સતીના પુત્ર વર્ણવ્યા છે. તેના આધારે જ હનુમાનજીનાં પાવનિ –આંજનિ અથવા અંજના સુત નામે કોષકાએ લખ્યાં છે. પવનજી અને અંજના દેવીને, તેમણે મનુષ્ય માનેલાં છે. તથા હનુમાનજીની શક્તિ અને પ્રતાપ પણ, હનુમાનજીની મહાપુરુષ તરીકેની પ્રસિદ્ધિને પોષણ આપે છે. વાનર પશુ જાતિ છે, વનમાં વસે છે, અબોલ પ્રાણું છે. હનુમાનજી જેવા એક મહાન લડવૈયાને, અથવા રામચંદ્ર મહારાજના અજોડ વફાદારને, પશુ આકૃતિવાળા ચિતરવા તેલ-સિંદૂરથી પૂજા કરવી તે શું વ્યાજબી છે ?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy