SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પેાતાની જનનીના અપમાનના બદલા લેનાર વીર હનુમાનજી અજનાનો પુત્ર । મહાતેજસ્વી હતા. ખૂબ પુણ્યશાળી હતા. તેનાં હનુમાન–વાંગ - પાવિન અજનાસુત આવાં અનેક નામેા કાષમાં જોવા મળે છે. હનુમાનજી એકવાર રામચંદ્ર મહારાજની આજ્ઞાથી, મહાસતી સીતાદેવીની તપાસ કરવા, લંકા નગરી તરફ જતા હતા. રસ્તામાં માતામહનું નગર આવ્યું. અને પોતાની જન્મદાત્રીનુ અપમાન ખ્યાલમાં આવવાથી ક્રાધના આવેશ થયા. આ તેજ સ્થાન છે. અને આ તેજ માતામહ અને મામાએ છે. જેમણે મારી જન્મદાત્રી માતા અંજના સતીને, ઘરમાં અગર ગામમાં પ્રવેશ આપ્યા નહીં. તેની ફરિયાદ સાંભળી નહી. તેના ચિત્તમાં સળગેલા દુખનો અગ્નિ બુઝાવ્યો નહી. દુખ સાંભળ્યું નહી. ગુનાની તપાસ કરી નહી. અને નગરના પરિસરમાંથી જ પાછી કાઢી. શુ તેમનો આ ગુનો આછા ગણાય ? પરીક્ષા તા કરવી હતી ? તેણીની ફરીયાદ તા સાંભળવી હતી ? કહ્યું છે કે : “સજ્જન—દુર્જન કોઈપણ, લાવી મન વિશ્વાસ, આવે શરણું યાચવા, પાછા કેમ કઢાય ? ૫ ૧ ૫ “ખૂન–ચારી વ્યભિચારના, ગુનેગાર કહેવાય, પણ શરણે આવેલને, પાછા કેમ “આ તા નિજપુત્રી હતી, હતી સતીશિરદાર, વગર ગુને મુજ માતને, આપ્યા દુખ કઢાય.” ॥ ૨ ॥ ૩૦૫ બાર’ ॥ ૩ ॥ આવા અનેક વિચારા કરીને, પેાતાની જનનીનાં અપમાન – અનાદરને ધ્યાનમાં રાખીને, માતામહના નગરમાં મેાટા મેાટા પહાડા અને ઝાડાનેા વરસાદ વરસાવ્યો. મામા અને માતામહ, શત્રુની કલ્પનાથી લડવા આવ્યા. તે હજારા હતા. વીર હનુમાનજી એકીલા હતા. મામાએ શત્રુની કલ્પનાથી નિરપેક્ષ લડતા હતા. વીર હનુમાન કેાઈ ને મારવા નહી', એવું ધ્યાન રાખીને લડતા હતા. તાપણ મામા અને દાદાને હંફાવી નાખ્યા. હારી ગયા. છેવટે પેાતાની એળખાણનું માણ માતામહના પગમાં ફેંકી, હનુમાનજીએ લંકા નગરી તરફ વિદાય લીધી. પોતાનાં માતા-પિતા માટે જેમને અભિમાન ન હેાય તેવા માણસા વાસ્તવિક મનુષ્ય જ નથી. પછી તેમને સારા માણસ કે ઉત્તમ માણસ કેમ કહેવાય ? જનક અને જનની તણેા, જેને નહીં અભિમાન, તેને નિશ્ચય જાણવા, નરદેહધારી શ્વાન. ॥ ૧ ॥ પ્રશ્ન : હનુમાનજીને કેટલાક લેાકેા વાનર કહે છે. તેમનાં ચિત્રામાં વાનરના જેવી આકૃતિ બતાવાય છે. તેમના શરીરમાં ઘણું લાંબુ' પૂછડું' ખતાવેલું હેાય છે. આ સાચી છે ? વાત ૩૯
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy