________________
પાપના ઉદય થાય ત્યારે મિત્રો પણ શત્રુઓ થાય છે
૨૦૧
સમજીને સ્વામીના પગમાં પડીને રોઈ પડી. પવનજીએ ખૂબ દિલાસા આપ્યા. એ ત્રણ કલાક સાથે રહ્યાં. મેળાપ સૂચક મુદ્રિકા આપી. બહુ તુરતમાં આવી જવાની આગાહી સૂચવીને, પવનજી આકાશ માર્ગે પડાવના સ્થાને પહેાંચી ગયા. લડાઇના કામે જતા હતા. ત્યાં ધારવા કરતાં વધારે વખત લાગવાથી, પાછા આવવા ધારેલા વખતે આવી શકાયું નહીં'.
ભાવી ભાવથી અંજનાદેવીને ગર્ભ રહ્યો. પેાતે અને સખીએએ પવનજીના આવવાની વાત સાસુસસરાને જણાવી. પરંતુ કેતુમતી સાસુએ વાત સાચી માની નહી. અને અંજના ઉપર કુલટાનું કલંક આપીને, મહેલ ખાલી કરીને, નીકળી જવા આજ્ઞા ફરમાવી. અંજના દેવીની સખીએ અને દાસીઓએ જોરદાર દલીલા કરી. પણ કેતુમતીએ સાંભળી નહીં. પ્રધાને પણ અંજનાના પક્ષ કર્યાં. પરંતુ અંજના દેવીના પ્રબળ અશુભોદયથી અધી સાચી દલીલેા પણ નકામી ગઈ.
સગર્ભા અંજના સતી, વસંતતિલકા સખી સાથે, મહેલમાંથી પહેરેલે વચ્ચે રથમાં બેઠી. બેચાર ગાઉ મૂકીને રથ પાછા ચાલ્યા ગયા. કેતુમતીએ અંજનાદેવીના કલકની જાહેરાત ગામેાગામ પહેાંચાડી દીધી. રાજાની પુત્રી, રાજાની પુત્રવધૂ, ભાવિ મહાપુરુષની માતા, સતીએમાં રેખાસમાન, અજનાદેવી ગર્ભવતી દશામાં પણ, પગપાળા ઉજ્જડ વનમાં ભટકતી ભટકતી, મહામુસીખતે સખીસહિત માતાપિતાને શરણે ગઈ.
વસંતતિલકાએ જનાદેવીને બહાર ઊભાં રાખ્યાં. પોતે પહેલી પહેાંચીને માતાપિતાને અજનાબહેન આવ્યાના સમાચાર સંભળાવ્યા. માતા-પિતા અને ભાઈ એ
વસંતતિલકાની વાત સાંભળી. પરંતુ કેતુમતી સાસુએ ચડાવેલું કલંક સાચું માનીને, પુત્રીના દુઃખ કરતાં પણ આખરૂના સવાલ આગળ ધરીને, નગરમાં પેસવાની પણ ચાખ્ખી ના કહી દીધી.
“પુણ્યાદયથી આતમા, કામઠામ પૂજાય,
વધી જાય એ પાપ તા,
પુણ્ય વધે તેા સુખ વધે. હરિહર—બ્રહ્મા કાઈ ના,
આદર ક્યાંય ન થાય.” ૧
પાપ વધે, દુખ થાય, ચાલે નહીં ઉપાય.” ૨
ચડતી પડતી કાઈની, અન્ય દીધી નવ થાય, પુણ્ય થકી ચડતી વધે, પડતી પાપ પસાય,”
૩
ઉદય થાય જે પાપ તા, મિત્રા શત્રુ થાય, માતપિતા કે ભાઈ-પુત્ર, છેડી ચાલ્યા જાય.” ૪