SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઈતિ માતાના ઉપકારને બદલે વાળનાર મહાપ ચક્રવર્તી. બીજી ઘટના મહાવીર પુરુષ હનુમાજીની છે. હનુમાજી જૈન-જૈનેતર જગતમાં ઈતિહાસિક વીર પુરુષ છે. પ્રહાદન નામના વિદ્યાધર રાજાની કેતુમતી રાણીથી પવનજી નામને પુત્ર થયે હતે. પવનકુમારનાં, વિદ્યાધર રાજાની અંજના નામની બાળા સાથે લગ્ન થયાં હતાં. અંજનાને ગયા જન્મના અંતરાય કર્મોને ઉદય થવાથી, સગપણ થયા પછી, અને લગ્ન થયા પહેલાં, પવનજીને અંજના સાથે પરણવા પણ ઈચ્છા હતી નહીં. પરંતુ પ્રહસિતના મિત્ર આગ્રહથી અને માતાપિતાની શરમથી, પાણિ ગ્રહણ કર્યું. અને તે જ દિવસથી બાવીસ વર્ષ સુધી, પવનજીએ અંજનાને બોલાવી નહીં. સામું જોયું નહીં. દાસીઓ મારફતે દિલાસો પણ મોકલ્યું નહીં બાવીસ વર્ષ સુધી અંજના પતિના અપમાન અને વિરહના કારણે, રાત અને દિવસ શેક મગ્ન રહેતી હતી. તેથી શરીરમાંથી, માંસ અને રુધિર સુકાઈ ગયાં હતાં. એકવાર પવનજી રાવણ રાજાને સહાય કરવા, લશ્કર સાથે, આકાશ માગે, લંકા તરફ જતા હતા. પ્રહસિત પણ સાથે હતે. રાત્રિમાં પડાવના સ્થાન પાસે, પક્ષીની જાત ચક્રવાકીના રડવાના શબ્દો પવનજીએ સાંભળ્યા, અને પ્રહસિતને પૂછ્યું, ચક્રવાકી કેમ પ્રહસિતનો ઉત્તર : સ્વામિન, ચક્રવાકપક્ષિની જાતને એ સ્વભાવ છે કે, તે નર-માદા દિવસે સાથે રહે છે. રાત્રે ભેગાં રહે જ નહીં. “ચકવા ચણીવિગ તે તે દિવસે મળે” તેથી ચક્રવાકી આખી રાત રહીને જ પૂરી કરે છે. એટલે ચક્રવાકની જાતને વિગ અને રુદન સ્વભાવસિદ્ધ જ હોય છે. પ્રહસિતના મુખથી, ચક્રવાકીના રૂદનની વાત સાંભળી પવનજીને, અંજના યાદ આવી. જેણીને દિવસને મેળાપ નિણત હોવા છતાં, રાતને વિગ અસહ્ય બને છે અને આટલે માટે શેક અને કળકળાટ કરે છે. તે પછી બાવીસ વર્ષથી એક ક્ષણ વાર પણું, મેં જેણના સામું જોયું નથી, વાર્તાલાપ થયો નથી, પ્રસન્નતા બતાવી નથી. તે અંજનાના હૃદયના આઘાતનું માપ કેમ થઈ શકે? બસ તે જ ક્ષણે અંજનાસુંદરી પાસે જવાને નિર્ણય કરીને, પિતાના મિત્ર પ્રહસિત સાથે, તે જ ક્ષણે આકાશ માર્ગે, અંજનાદેવીના મહેલે આવ્યા. પ્રહસિતે આગળ આવીને, પવનના આગમનની વધામણી આપી. પવનજી આવ્યા. મિત્ર અને દાસીઓ બીજા ઓરડામાં ચાલ્યાં ગયાં. પવનજીએ પિતાની આજ સુધીની વિપરીત સમજણ માટે, દિલગીરી બતાવવા સાથે સતીને દિલાસો આપે. અંજનાદેવી મહાસતી હતી. તેથી પતિની ભૂલ નહીં પણ, પિતાના અંતરાયને જ ગુને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy