SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મિથ્યા-અવિરતિ યોગ કષાય, ચેતન એમાં રહ્યા ફસાય; આ ચારે અળગાં જે થાય, પછી મોક્ષ બહુ જલ્દી થાય.” ૩ અપરાજિત કુમારે, માતાજીને અસાધ્ય રોગ મટાડ્યો. નરકગામી સપને સ્વર્ગગામી બનાવ્યું. શ્રી વીતરાગ જિનેશ્વર દેના શાસનને પામેલા આત્માઓ, સ્વ પર સર્વનું ભલું કરનારા જ થાય છે. ઇતિ જિનાજ્ઞા અનુસાર માતાની ભક્તિ કરનાર અપરાજિતકુમારની કથા. શ્રેયાંસનાથ સ્વામી ચરિત્રમાંથી. હજી પણ પોતાની જનનીના ઉપકારને યાદ લાવ, માતાના બહમાનને પોષનારાં બે ઉદાહરણો લખું છું. બેમાં પહેલું ઉદાહરણ નવમા મહાપદ્મ ચક્રવર્તી ભરતક્ષેત્રમાં, કાશી દેશમાં, વાણુરસી નગરીમાં, પોત્તર નામને રાજા રાજ્ય કરતું હતું. તેમને બે પટ્ટરાણીઓ હતી. પહેલી જ્વાલાદેવી. બીજી લક્ષમીદેવી. રાજાને બને માટે સમાનરાગ હતો. જ્વાલાદેવીને પહેલો પુત્ર વિષ્ણુકુમાર અને બીજે મહાપદ્રકુમાર હતો. આ બન્ને રાણીઓને, વારસાગત પિતૃપક્ષને ધર્મ ગમતો હતો. તેમાં લક્ષ્મીદેવી વિધમી હતી. અને જ્વાલાદેવી શુદ્ધ વીતરાગ શાસન પામેલી હતી. અવારનવાર આ બને રાણીઓમાં ધર્મકલહ મેટું તોફાન મચાવતો હતો. પરંતુ પક્વોત્તર રાજા બન્ને પક્ષમાં તટસ્થતા જાળવી, ઝગડાને આગળ વધવા દેતો નહીં. એકવાર જવાલાદેવીએ, જિનેશ્વરદેવની રથયાત્રાને મહોત્સવ કરવા વિચાર કરીને, સ્વામીને જણાવ્યું. રાજાએ તદ્દન સોનાને અને રત્નથી જડેલે, ઘણી કારીગરીવાળ સુંદર રથ કરાવી, જવાલા રાણની ભાવના પૂર્ણ કરી. રાણીજીએ રથમાં પ્રભુજીને બિરાજમાન કરીને, શુભમુહૂર્તી રથયાત્રાની શરૂઆત કરી. રથ નગરમાં ફરવા લાગે. વાલાદેવીને રથ જોઈને, લક્ષ્મીદેવીએ પણ પોતાના માટે જ્વાલાદેવીના જેવો, રથ કરાવવા રાજા પાસે માગણી કરી. રાજાએ લહમીદેવી માટે પણ તે જ રથ, કરાવરાવી આપ્યો, અને તેની પણ રથયાત્રા શરૂ થઈ. ભવિતવ્યતાના વેગથી, બન્ને મહારાણીઓના રથે, અને તે તે ધર્મના અનુસરનારા, સાજનોને માટે સમુદાય, એક જ ગલીમાં સામસામા આવ્યા. રથને ચાલવા માર્ગ નથી. બંને ર ઊભા રહી ગયા. રાજા પાસે ફરિયાદ પહોંચી. રાજાને ડાબી-જમણી આંખો જેવી બે રાણીમાં, કેઈને કાંઈ કહી શકાયું નહીં. દિવસ સુધી બે રથ ત્યાં પડ્યા રહ્યા. છેવટે અધિકારીઓએ, બન્ને રથ પાછા વાળી, પિતાના સ્થાનમાં મૂકી દીધા.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy