________________
૨૮૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ઉપકારની અદલાબદલીનું પરિણામ એ આવ્યું કે, લક્ષ્મીધર પંડિતને એક પુત્ર મહામુનિરાજ થયો. ત્યારે બીજો પુત્ર ચુસ્ત શ્રાવક થે. શોભન મુનિ અને ધનપાલ કવિની વિદ્વત્તા અને જૈન ધર્મની પ્રાપ્તિ તેમજ શ્રદ્ધાને જાણવા ઈચ્છા હોય, તેમણે શોભન સ્તુતિ, તિલકમંજરી, મહાકાવ્ય અને ઋષભ પંચાશિકા વગેરે ગ્રન્થ જોઈ લેવા ખાસ ભલામણ છે.
ઇતિ પિતાના વચને પાળવા મુનિ પણું સ્વીકારનાર શેન મુનિ. આ સ્થાને વળી માતાપિતા અને ગુરુ પુરુષના ભક્ત રાજપુત્રની કથા લખું છું.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, અતિ સમૃદ્ધ જયંતી નામની નગરી હતી. તેની ઉપર જયશેખર નામને પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને યથાર્થ નામધારિણી, ગુણસુંદરી નામની રાણી હતી. રેહણાચલની ભૂમિમાં રત્ન પાકે છે તેમ, રાણી ગુણસુંદરીની કુક્ષિથી અપરાજિત નામના કુમારને જન્મ થયો હતો. કુમારને પણ વય પ્રાપ્ત થતાં પિતાએ યુવરાજપદવી આપી હતી. અને મેટા રાજાધિરાજના અંતઃપુરમાં જન્મેલી, જયશ્રી અને જયસુંદરી બે બાળાઓ સાથે પિતાએ અપરાજિતકુમારનું પાણિગ્રહણ કરાવ્યું હતું. કેટલાક વર્ષો સુધી જયશેખર રાજાના કુટુંબને સાક્ષાત્ સ્વર્ગના સુખને અનુભવ થયો. સુખના દિવસે નાના હોય છે. આવી કહેવતના અનુસારે આંખના પલકારાની માફક ઘણે કાળ બેવાઈ ગયે, અને કર્મ પરિણામની વિચિત્રતાથી, એકાએક ગુણસુંદરીરાણીના શરીરમાં મહારગ શરૂ થયો.
જ્ઞાની પુરુષો તો કહી ગયા છે જ કે, મોજે રોજ મધું–ભગ બધા રોગોથી જ ભર્યા છે. રાણીના શરીરમાં રોગ આવ્યો. તેથી રાજા પણ દુઃખી જ રહેવા લાગે. ઉપચારે ચાલુ થયા, ઘણા વૈદ્યો બોલાવ્યા, બદામની જગ્યાએ સોનામહોરોની થેલીઓ ખર્ચાવા લાગી. પરંતુ રાણીને જરા પણ સુખ થયું નહીં–રોગ મટ્યો નહીં.
“રોગ-વિયોગને આપદા, અગ્નિ ચેર ને રાય, જરા-મરણ જગજીવને, દુ:ખના સ્થાન ગણાય.” ૧ !!
અતિવૃષ્ટિ–દુભિક્ષથી, પ્રાણીને દુઃખ થાય, સર્પઝેર શત્રુ થકી, પણ ભય હોય સદાય.’ ર છે
પત્ની-પુત્ર કુસંપથી, અલ્પાયે દુઃખ થાય, વિષય-કષાયના જોરથી, સુખ નહીં કયાંય જરાય.” ! ૩ !
મમતા સઘળી દુઃખ કરી, મમતા દુઃખની માય, ઈન્દ્રચક્રી હરિપ્રતિહરિ, દુઃખિયા સર્વ ગણાય. ૪ રાણુ ગુણસુંદરીના શરીરમાં, રેગે અહુ જમાવ્યા. સેંકડો વૈદ્યો આવ્યા. ઘણી પ્રકારનાં ઔષધો થયાં. પરંતુ રેગ ઘટે નહીં, પણ વધ્યો. અને રાણીનું શરીર ઘસાવા