SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩. માતાની પુત્ર તરીકે ફરજ બજાવનારા પુત્રે પરવશ બનીને, માતાને ઉપકાર ભૂલી જાય છે. માતાને જુદી રાખે છે. ખર્ચા પણ આપતા નથી. આપે તે પણ અનાદરપૂર્ણ ! ત્રીજીમાતા, આર્ય રક્ષિતની માતા રુદ્રમા, ગાંગેયની માતા ગંગા, પાંડવોની માતા કુંતી, અભયકુમારની માતા નંદા, શાલિભદ્ર શેઠની માતા ભદ્રા, પાદલિપ્તસૂરિનાં માતા પ્રતિભાણા વસ્તુપાલતેજપાલની માતા કુમારદેવી. આવી માતાઓ, પોતાના પુત્રનાં વીર પુરુષને શોભે તેવા અવદા – ગુણો જીવનચરિત્રે સાંભળીને ખુશી થાય છે, આનંદ પામે છે. શાસ્ત્રો અને ઈતિહાસમાં અમર બને છે. ચોથી માતા, ગજસુકુમારની માતા દેવકીદવી. અતિમુક્તકુમારની માતા અઈમનારાણી. થાવસ્થાપુત્રની માતા થાવાશેઠાણી, અનિકાપુત્રની માતા અનિકાદેવી. બેલસિરીકુમારની માતા મૃગાદેવી. ધન્નાજીની માતા ભદ્રાશેઠાણી. વજકુમારનાં માતા સુનંદાદેવી. આ બધી માતાઓ પોતાના પુત્રોનાં ઉજજવળ-નિર્મળ ચારિત્ર જોઈને, સાંભળીને રાજી થાય છે, જગતમાં યશને પામે છે. લોકો પણ કહે છે, તેની માતાને પણ ધન્યવાદ. પુત્રોનાં ઉજજ્વલ આચરણથી માતા પણ જગની પૂજ્ય માતા બની છે. શ્રી જિનેશ્વરદેવોની માતાઓ. “પ્રભુ માતા નું જગતની માતા, જગદીપકની ધરનારી.” ત્રણે જગતમાં ગવાયાં છે, પૂજાય છે, સ્તવાયાં છે. હે રત્નકુક્ષિઘારિકે ! હે રનદીપિકે! આવાં આવાં બિરુદ પામ્યાં છે. એટલું જ નહીં એ જગતના પ્રાણીમાત્રના પરમ દયાળુ પ્રભુજીની માતાની, પ્રભુજન્મ વખતે સૂતિક્રિયા કરવા માટે પણ મહાદ્ધિસંપન્ના છપન્નદિકુમારિકાઓ (દેવીઓ) આવે છે. આવા મહા ગુણનિધાન પુરુષોની માતાઓ, પુત્રોના પુણ્યોદયથી, કેટલું ગૌરવ પામે છે. જ્યારે મારા જેવા અધમ કોટના દીકરાના જ પ્રતાપે, માતા ગાંડી બની ગઈ છે, ચારિત્રના આચારે ખવાઈ ગયા છે. એવા મુહપત્તિનું ભાન નથી. રાતદિવસનું ભાન નથી. અષ્ટ પ્રવચનમાતાનું ભાન નથી. સુધા. તૃષાનું ભાન નથી. જગતના પૂજ્ય મટીને, દુર્જનનું બાળકનું તેમજ કુતૂહલી લોકોની કુતૂહલનું રમકડું બન્યાં છે. જે મારા જેવો અધમ આત્મા, આ મહાસતીના પુત્રપણે, અવતર્યો જ ન હોત તો, આ મહાસતીની આવી દશા થાત જ નહીં. માતાને દુખદાયી થનારા, મારા જેવા અધમ મનુષ્યને હજારો વાર ધિક્કાર થાઓ. ફિટકાર થાઓ. માતાના દુખનું કારણ બનનારા કે બનેલા-સાચા અર્થમાં દીકરા નથી પણ તે, ઠીકરા જ છે. આવી ભાવનામાં અરણીકકુમારની આંખોમાં આંસુ આવવા લાગ્યાં. અને શેઠાણું કે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy